Friday, April 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વોર્ડ નં.1ના પૂર્વ કોર્પોરેટર સહિત 500 સમર્થકો ભાજપામાં જોડાયા - VIDEO

જામનગરમાં વોર્ડ નં.1ના પૂર્વ કોર્પોરેટર સહિત 500 સમર્થકો ભાજપામાં જોડાયા – VIDEO

નુરમામદ પલેજા સહિતનાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપામાં પ્રવેશ : રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે ખેસ પહેરાવાયો

જામનગર વોર્ડ નં.1ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ ગઇકાલે તેઓ રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપામાં જોડાયા હતાં. રીવાબાએ તેમને ખેસ પહેરાવી ભાજપામાં પ્રવેશ કરાવ્યો હતો. પૂર્વ કોર્પોરેટરની સાથે 500 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટો ફટકો પડયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના મતદાનને ગણતરીની કલાકો બાકી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. વોર્ડ નં.1ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નુરમામદ પલેજા તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું જેને લઇ વોર્ડ નં.1 કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસના પૂર્વ નગરસેવકની નારાજગી સામે આવી હતી. રાજીનામુ આપ્યા બાદ ગઇકાલે તેઓ ભાજપામાં જોડાયા હતાં. વોર્ડ નં.1ના પૂર્વ કોર્પોરેટર નુરમામદ પલેજા, જેન્તીભાઇ પ્રજાપતિ, યાકુબ અબ્બાસ ગાદ સહિત 500 જેટલા સમર્થકોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે પૂર્વ કોર્પોરેટર અને આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતાં. વોર્ડ નં.1માં ભાજપાના એક પછી એક ઓપરેશનથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે. જનસમર્થન અને આ પ્રકારે સમર્થકો દ્વારા કોંગ્રેસનો સાથ છોડતા વોર્ડ નં.1માં ભાજપાના ઉમેદવારોની પેનલનો વિજય નિશ્ર્ચિત હોય તેઓ માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular