Thursday, April 23, 2026
Homeરાજ્યજામનગરવીરાયતનના સેવાનિષ્ઠ મહાસાધ્વી પદમશ્રી પૂ. ચંદનાજીને ધીરગુરુદેવની ગુણાંજલિ

વીરાયતનના સેવાનિષ્ઠ મહાસાધ્વી પદમશ્રી પૂ. ચંદનાજીને ધીરગુરુદેવની ગુણાંજલિ

પૂના જિલ્લાના ચાસ્કમાન ગામે માતા પ્રેમકુંવર અને પિતા માણિકચંદ કટારીયાના ગૃહાંગણે 26-01-1937ના જન્મેલા અને 3 ધોરણ સુધી અભ્યાસ કરનાર શકુંતલાબેને 14 વર્ષની ઉંમરે નાનાજીના કહેવાથી ઋષિ સંપ્રદાયના પૂ.આનંદઋષિજી ના હસ્તે. પૂ.સુમતિકુંવરજી મહાસતીજી પાસે ગુલાબપુરામાં તા. 29-3-1952ના જૈનધર્મની દીક્ષા અંગીકાર કરનાર સાધ્વી ચંદનાજી એ 12 વર્ષ મૌનની સાધના કરી હતી. ત્યારબાદ 1968માં શ્રમણ સંઘથી મુક્ત બની ઉપાધ્યાય પૂ. અમરમુનિજી મ.સા. ની પરંપરામાં જોડાયા બાદ પ્રથમવાર ‘આચાર્ય’ ની પદવી આપવામાં આવેલ.

- Advertisement -

1973માં રાજગીર-બિહારમાં વીરાયતન સંસ્થાની સ્થાપના અને શિક્ષણ, સ્વાસ્થ્ય, માનવસેવામાં જોડાયા હતા. નેત્ર રોગીઓની મફત સેવા, બિહાર,પાલીતાણા, કચ્છમાં 11 જેટલા વિદ્યામંદિર વગેરે તેમજ વિદેશોમાં અનેક સેન્ટરોની સ્થાપના કરેલ. ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ 2022માં અર્પણ કરેલ.

તાઈમાના ઉપનામથી પ્રખ્યાત પૂ. ચંદનાજીનો મંત્ર છે કે, ‘જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સંસ્કૃતિ, આદર, સંતોષ ગુણ વિદ્યમાન હોય છે.’ તેમજ ‘જ્યાં જિનાલય ત્યાં વિદ્યાલય જરૂરી છે.’ આવા વિદુષી પૂ. ચંદનાજી તા. 22-04-2026ના સવારે 10:15 કલાકે પૂનામાં કાળધર્મ પામ્યા છે. તા.24ના વર્ધમાન પ્રતિષ્ઠાન – પૂનાથી અંતિમયાત્રા નીકળશે. એમ્બી વેલી બિરાજીત પૂ. શ્રી ધીરગુરુદેવે સેવાસાધક આત્માને ગુણાંજલિ અર્પણ કરેલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular