Wednesday, April 22, 2026
Homeરાજ્યજામનગરમહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરનાર પાંચ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ

મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરનાર પાંચ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ

અગાઉની માથાકૂટનો ખાર રખાયો : ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે કરાઇ અપમાનિત : પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી

જામનગરમાં રણજિતસાગર રોડ પર રહેતી મહિલાને ચાર મહિલા સહિત પાંચ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ગાળો કાઢીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસમાં ફરિયાદ ઉઠવા પામી છે.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં રણજિતસાગર રોડ ઉપર આવેલી મારૂ કંસારા સમાજની વાડી પાછળની મંગલાધામ સોસાયટીની શેરી નંબર 6માં રહેતી ધનીબેન ઉર્ફે કોમલબેન જયદીપભાઇ બગડા (ઉ.વ.26) નામની મહિલાને તેની જ શેરીમાં રહેતાં રશિદાબેન જાવિદભાઇ, રશિદાબેનની દીકરી, દક્ષાબેન હરિયાણી, દક્ષાબેનની દીકરી તથા સુનિલભાઇ હરિયાણી નામના શખ્સો સાથે કોઇ બાબતે ઝઘડો થયો હતો. જેનું મનદુ:ખ રાખી ગત્ તા. 09ના રાત્રિના સમયે તથા તા. 17ના રાત્રિના સમયે પાંચેય આરોપીઓએ ધનીબેન સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો કાઢી હતી. ઉપરાંત આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધનીબેન દ્વારા જાણ કરાતા ડીવાયએસપી તથા સ્ટાફએ ચાર મહિલા સહિતના પાંચેય શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular