Tuesday, April 21, 2026
Homeરાજ્યજામનગરનવાગામ ઘેડમાં કાર પાર્ક કરવા મુદ્દે હંગામો

નવાગામ ઘેડમાં કાર પાર્ક કરવા મુદ્દે હંગામો

જામનગરના નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં કાર પાર્ક કરવાની ના પાડતાં એક શખ્સે ધમાલ મચાવી ફરિયાદીને અપશબ્દ બોલી ફરિયાદીના ઘરના દરવાજામાં તલવારનો ઘા ઝિંકી કાચની બોટલોના છુટા ઘા કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડમાં આવેલી આનંદ સોસાયટીમાં રહેતા રાજન દિવ્યેશકુમાર જાની નામના યુવાન તા. 21ના રાત્રિના પોતાના ઘરે સુતા હોય ત્યારે યોગેશ બારોટે ખુલ્લા પ્લોટમાં તેની મોટરકાર પાર્ક કરતાં ફરિયાદીએ તેના પ્લોટમાં કાર પાર્ક કરવાની ના પાડતા આરોપી યોગેશે ફરિયાદીના ઘર બહાર આવી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી તલવારથી ફરિયાદીના ઘરના લોખંડના દરવાજા પર મારી હતી. કાચની બોટલોના છુટ્ટા ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રાજન જાની દ્વારા યોગેશ બારોટ વિરૂદ્ધ સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular