Tuesday, April 21, 2026
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાંથી ગેરકાયદેસર ગેસના બાટલામાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો

બેડેશ્વરમાંથી ગેરકાયદેસર ગેસના બાટલામાં રિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો

ગેસના બાટલા સહિત કુલ રૂા. 16,100નો મુદામાલ કબ્જે કરતી પોલીસ

બેડેશ્વરમાંથી સિટી ‘બી’ પોલીસે ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલિંગ કરતાં શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના બેડેશ્વરમાં એક શખ્સ ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલિંગ કરતો હોવાની સિટી ‘બી’ ડિવિઝનને મળેલી બાતમીના આધારે પીઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન મનસુખ રામા સોલંકી નામના શખ્સને ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં ગેસનું રિફિલિંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય પોલીસે ચાર નંગ ગેસ ભરેલા બાટલા, એક અડધો ભરેલો બાટલો, ત્રણ ખાલી બાટલા, બે લોખંડની નોઝલ સહિત કુલ રૂા. 16,100નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular