શરીર સંબંધી ગુન્હામાં સંડોવાયેલ શખ્સને જિલ્લામાંથી હદપાર કરવાની મંજુરી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસે શખ્સને ઝડપી લઇ હદપાર કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર હોય જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્તરાય જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની તથા જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા દ્વારા શરીર સંબંધી ગુન્હાઓ આચરતા શખ્સો વિરૂઘ્ધ કડક કાર્યવાહીની સુચના આપી હતી. જે અન્વયે કાલાવડ ગ્રામ્ય પીઆઇ એન.વી. આંબલીયા, એએસઆઇ ગીરીરાજસિંહ જેઠવા, હે.કો. ભવદિપસિંહ જાડેજા, પો.કો. દિપકભાઇ ખાચર દ્વારા નરવીરસિંહ ઉર્ફે મુન્ના રતુભા જાડેજા વિરૂઘ્ધ હદપાર કરવાની દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક મારફત સબ ડિવિઝન મેજીસ્ટ્રેટને મોકલતા તેમણે દરખાસ્ત મંજુર કરતા કાલાવડના પીઆઇ એન.વી. આંબલીયા સહિતના સ્ટાફે નરવિરસિંહ ઉર્ફે મુન્ના રજુભા જાડેજા નામના શખ્સને ઝડપી લઇ જામનગર જિલ્લાની હદમાંથી હદપારી કરવા તજવીજ હાથ ધરી હતી.


