જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2010ની ચૂંટણી કરતાં વર્ષ 2015માં મતદાનની ટકાવારીમાં લગભગ 6% જેટલો વધારો થયો હતો. જ્યારે વર્ષ 2021માં 2015 કરતાં 3%નો ઘટાડો નોંધાયો હતો. આ વખતે એસઆઇઆરની કામગીરી બાદ મતદારોની સંખ્યામાં પણ વધઘટ થઇ છે. ત્યારે 2026ની ચૂંટણીમાં મતદાનની ટકાવારી કેટલે પહોંચે છે તે તો આગામી દિવસોમાં જોવું રહ્યું.
જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. જેને લઇ રાજકીય પક્ષો અને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે તંત્ર પણ પૂરતા પ્રયાસો હાથ ધરશે. જામનગર મહાનગરપાલિકાની પાછલી ત્રણ ટર્મ ચૂંટણીઓના મતદાનની વાત કરીએ તો વર્ષ 2010માં યોજાયેલ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 50.35% મતદાન થયું હતું. વર્ષ 2010માં કુલ 1,73,015 પુરૂષ મતદારો પૈકી 92,185 પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ કુલ 1,62,928 સ્ત્રી મતદારો પૈકી 76,972 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આમ, કુલ 3,35,943 મતદારોમાંથી 1,69,157 મતદારોએ મતદાન કર્યું હતું. પુરૂષ મતદાનની ટકાવારી 53.28% તથા સ્ત્રી મતદાનની ટકાવારી 47.24% રહેવા પામી હતી.
વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં 2010 કરતાં 6%નો વધારો નોંધાયો હતો. વર્ષ 2015માં જામનગર મહાનગરપાલિકામાં સરેરાશ 56.77% મતદાન નોંધાયું હતું. વર્ષ 201પમાં કુલ 2,12,792 પુરૂષ મતદારો પૈકી 1,29,567 પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ કુલ 1,96,698 સ્ત્રી મતદારો પૈકી 1,02,881 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આમ, કુલ 4,09,490 મતદારોમાંથી 2,32,448 મતદારોએ મતદાન કર્યું હતું. પુરૂષ મતદાનની ટકાવારી 60.89% તથા સ્ત્રી મતદાનની ટકાવારી 52.30% રહેવા પામી હતી. આમ, પુરૂષ અને સ્ત્રી મતદાનમાં 2010ની સાપેક્ષે 2015માં મતદાનમાં વધારો થયો હતો. વર્ષ 2015માં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 01માં 66.58% થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 03માં 46.34% રહ્યું હતું.
વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડવાઈઝ મતદાનની વાત કરીએ તો વોર્ડ નંબર 01માં કુલ 27,201
મતદારો પૈકી 18,113 મતદારોએ મતદાન કરતાં 66.58% મતદાન થયું હતું. વોર્ડ નંબર 02માં કુલ 25,302 મતદારો
પૈકી 14,134 મતદારોએ મતદાન કરતાં 55.86% મતદાન થયું હતું. વોર્ડ નંબર 03માં કુલ 22,508 મતદારો પૈકી
10,431 મતદારોએ મતદાન કરતાં 46.34% મતદાન થયું હતું. વોર્ડ નંબર 04માં કુલ 24,924 મતદારો પૈકી
13,952 મતદારોએ મતદાન કરતાં 55.97% મતદાન થયું હતું. વોર્ડ નંબર 05માં કુલ 24,331 મતદારો પૈકી
11,408 મતદારોએ મતદાન કરતાં 46.88% મતદાન થયું હતું. વોર્ડ નંબર 06માં કુલ 18,363 મતદારો પૈકી 11,458 મતદારોએ મતદાન કરતાં 62.39% મતદાન થયું હતું. વોર્ડ નંબર 07માં કુલ 26,802 મતદારો પૈકી 15,648 મતદારોએ મતદાન કરતાં 58.38% મતદાન થયું હતું. વોર્ડ નંબર 08માં કુલ 27,141 મતદારો પૈકી 13,991 મતદારોએ મતદાન કરતાં 51.54% મતદાન થયું હતું. વોર્ડ નંબર 09માં કુલ 25,471 મતદારો પૈકી 13,203 મતદારોએ મતદાન કરતાં 51.83% મતદાન થયું હતું. વોર્ડ નંબર 10માં કુલ 28,865 મતદારો પૈકી 16,447 મતદારોએ મતદાન કરતાં 56.97% મતદાન થયું હતું. વોર્ડ નંબર 11માં કુલ 26,451 મતદારો પૈકી 16,243 મતદારોએ મતદાન કરતાં 61.40% મતદાન થયું હતું. વોર્ડ નંબર 12માં કુલ 31,685 મતદારો પૈકી 20,227 મતદારોએ મતદાન કરતાં 63.83% મતદાન થયું હતું. વોર્ડ નંબર 13માં કુલ 28,499 મતદારો પૈકી 15,686 મતદારોએ મતદાન કરતાં 55.04% મતદાન થયું હતું. વોર્ડ નંબર 14માં કુલ 22,231 મતદારો પૈકી 13,035 મતદારોએ મતદાન કરતાં 58.63% મતદાન થયું હતું. વોર્ડ નંબર 15માં કુલ 25,924 મતદારો પૈકી 15,809 મતદારોએ મતદાન કરતાં 60.98% મતદાન થયું હતું. વોર્ડ નંબર 16માં કુલ 23,792 મતદારો પૈકી 12,663 મતદારોએ મતદાન કરતાં 53.22% મતદાન થયું હતું.
વર્ષ 2020માં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર હતી. પરંતુ કોરોના કાળને કારણે વર્ષ 2021માં ચૂંટણી
યોજાઇ હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમા સરેરાશ 53.38% મતદાન નોંધાયું હતું. વર્ષ 2021માં કુલ 2,50,269 પુરૂષ મતદારો પૈકી 1,42,827 પુરૂષ મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ કુલ 2,38,727 સ્ત્રી મતદારો પૈકી 1,18,218 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું. આમ, કુલ 4,88,996 મતદારોમાંથી 2,61,045 મતદારોએ મતદાન કર્યું હતું. પુરૂષ મતદાનની ટકાવારી 57.07% તથા સ્ત્રી મતદાનની ટકાવારી 49.52% રહેવા પામી હતી. આમ, પુરૂષ અને સ્ત્રી મતદાનમાં 2015ની સાપેક્ષે 2021માં મતદાનમાં ઘટાડો થયો હતો. વર્ષ 2021માં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 01માં 61.49% થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 09માં 46.37% રહ્યું હતું.
વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડવાઈઝ મતદાનની વાત કરીએ તો વોર્ડ નંબર 01માં કુલ 32,869 મતદારો પૈકી 20,213 મતદારોએ મતદાન કરતાં 61.49% મતદાન થયું હતું. વોર્ડ નંબર 02માં કુલ 28,891 મતદારો પૈકી 15,893 મતદારોએ મતદાન કરતાં 55.01% મતદાન થયું હતું. વોર્ડ નંબર 03માં કુલ 25,181 મતદારો પૈકી 12,233 મતદારોએ મતદાન કરતાં 48.58% મતદાન થયું હતું. વોર્ડ નંબર 04માં કુલ 29,152 મતદારો પૈકી 16,659 મતદારોએ મતદાન કરતાં 57.14% મતદાન થયું હતું. વોર્ડ નંબર 05માં કુલ 28,262 મતદારો પૈકી 13,894 મતદારોએ મતદાન કરતાં 49.64% મતદાન થયું હતું. વોર્ડ નંબર 06માં કુલ 25,011 મતદારો પૈકી 13,853 મતદારોએ મતદાન કરતાં 55.38% મતદાન થયું હતું. વોર્ડ નંબર 07માં કુલ 33,229 મતદારો પૈકી 16,787 મતદારોએ મતદાન કરતાં 50.51% મતદાન થયું હતું. વોર્ડ નંબર 08માં કુલ 33,132 મતદારો પૈકી 15,641 મતદારોએ મતદાન કરતાં 47.20% મતદાન થયું હતું. વોર્ડ નંબર 09માં કુલ 26,281 મતદારો પૈકી 12,188 મતદારોએ મતદાન કરતાં 46.37% મતદાન થયું હતું. વોર્ડ નંબર 10માં કુલ 32,722 મતદારો પૈકી 17,680 મતદારોએ મતદાન કરતાં 54.03% મતદાન થયું હતું. વોર્ડ નંબર 11માં કુલ 33,746 મતદારો પૈકી 18,549 મતદારોએ મતદાન કરતાં 54.96% મતદાન થયું હતું. વોર્ડ નંબર 12માં કુલ 37,897 મતદારો પૈકી 22,664 મતદારોએ મતદાન કરતાં 59.80% મતદાન થયું હતું. વોર્ડ નંબર 13માં કુલ 30,273 મતદારો પૈકી 16,309 મતદારોએ મતદાન કરતાં 53.87% મતદાન થયું હતું. વોર્ડ નંબર 14માં કુલ 25,560 મતદારો પૈકી 13,369 મતદારોએ મતદાન કરતાં 52.30% મતદાન થયું હતું. વોર્ડ નંબર 15માં કુલ 35,941 મતદારો પૈકી 19,793 મતદારોએ મતદાન કરતાં 55.07% મતદાન થયું હતું. વોર્ડ નંબર 16માં કુલ 30,849 મતદારો પૈકી 15,320 મતદારોએ મતદાન કરતાં 49.66% મતદાન થયું હતું.


