જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની ચૂંટણી માટે કુલ 317 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા. જેમાં ભાજપાના 123, કોંગ્રેસના 86, બસપાના 17, ‘આપ’ના 64 તથા અન્ય 27 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા. શનિવારે ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. ભાજપાના 64 સહિતના દાવેદારોએ અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવી હતી.
જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ હતો. ભારતીય જનતાપાર્ટીએ અંતિમ દિવસની પૂર્વરાત્રિએ તમામ 64 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. જે તમામ 64 ઉમેદવારોએ શનિવારે ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતાં. ભાજપાના ઉમેદવારો સાથે જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા સહિતના અગ્રણીઓ પણ ભાજપાના ઉમેદવારો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram
બીજી તરફ કોંગ્રેસે માત્ર 18 ઉમેદવારોના નામ જ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા, જ્યારે બાકીના 46 ઉમેદવારોને સીધા ટેલિફોનિક જાણ કરી મેન્ડેટ આપી દેવામાં આવ્યા હતાં. કોંગ્રેસ આ વખતે આંતરિક વિખવાદ ટાળવા કે નવી રણનીતિના ભાગરૂપે આ પ્રકારે આગળ વધી રહી હતી. આમઆદમી પાર્ટીની સસ્પેન્સ ગેમ રમી હતી. ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટી (અઅઙ) પણ પાછળ નથી. અઅઙ આ વખતે ‘સસ્પેન્સ ગેમ’ રમી રહી હતી.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 01 માટે ભાજપામાંથી 5, કોંગ્રસમાંથી 6, બસપામાંથી 3, ‘આપ’માંથી 4
તથા અન્યના 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 02 માટે ભાજપામાંથી 5, કોંગ્રસમાંથી 4, ઉમેદવારોએ ફોર્મ
ભર્યા હતાં. વોર્ડ નંબર 03 માટે ભાજપામાંથી 4, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ
નંબર 04 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 6, બસપામાંથી 2, ‘આપ’માંથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 05 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 06 માટે ભાજપામાંથી 9, કોંગ્રસમાંથી 6, બસપામાંથી 4, ‘આપ’માંથી 5 તથા અન્યના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 07 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 08 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 5, ‘આપ’માંથી 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 09 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 8 તથા અન્યના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 10 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 2 તથા અન્યના 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 11 માટે ભાજપામાંથી 8, કોંગ્રસમાંથી 4, ‘આપ’માંથી 2 તથા અન્યના 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 12 માટે ભાજપામાંથી 7, કોંગ્રસમાંથી 9, ‘આપ’માંથી 6 તથા અન્યના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 13 માટે ભાજપામાંથી 6, કોંગ્રસમાંથી 5, બસપામાંથી 1, ‘આપ’માંથી 6 તથા અન્યના 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 14 માટે ભાજપામાંથી 11, કોંગ્રસમાંથી 3, બસપામાંથી 1, ‘આપ’માંથી 4 તથા અન્યના 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 15 માટે ભાજપામાંથી 10, કોંગ્રસમાંથી 8, બસપામાંથી 2, ‘આપ’માંથી 4 તથા અન્યના 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. વોર્ડ નંબર 16 માટે ભાજપામાંથી 10, કોંગ્રસમાંથી 10, બસપામાંથી 4, ‘આપ’માંથી 8 તથા અન્યના 1 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.
આમ, વોર્ડ નંબર એકમાં 26, વોર્ડ નંબર બે અને ત્રણમાં નવ-નવ, વોર્ડ નંબર 4માં 18, વોર્ડ નંબર 5માં 16, વોર્ડ નંબર 6માં 28, વોર્ડ નંબર 7માં 16, વોર્ડ નંબર 8માં 17, વોર્ડ નંબર 9માં 22, વોર્ડ નંબર 10માં 15, વોર્ડ નંબર 11માં 15, વોર્ડ નંબર 12માં 26, વોર્ડ નંબર 13માં 19, વોર્ડ નંબર 14માં 20, વોર્ડ નંબર 15માં 28 અને વોર્ડ નંબર 16માં 33 સહિત કુલ 16 વોર્ડમાં કુલ 317 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જેમાં ભાજપાના 123, કોંગ્રેસના 86, બસપાના 17, સપાના 5, ‘આપ’ના 64, અપક્ષના 17 તથા અન્ય પક્ષોના 5 ફોર્મનો સમાવેશ થાય છે.


