Thursday, April 9, 2026
Homeરાજ્યહાલારદાદીની ક્રિયા નક્કી કરવા ભેગા થયેલા યુવાન ઉપર હુમલો

દાદીની ક્રિયા નક્કી કરવા ભેગા થયેલા યુવાન ઉપર હુમલો

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દાદીની મરણક્રિયામાં ગયેલા યુવાન અગાઉ પિતરાઇને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન અને તેની માતાને ગાળો કાઢી પથ્થરનો છુટો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં કૃષ્ણસિંહ ઉર્ફે કિશન ભરતભાઇ કછવા (ઉ.વ.31) નામનો યુવાન અગાઉ તેના કાકાની દીકરીને ભગાડી ગયો હતો. દરમ્યાન યુવાનના દાદીનું નિધન થતાં તેના પરિવાર સભ્યો ક્રિયા કરવાનું નકકી કરતાં હતા. તે દરમ્યાન પિતરાઇને ભગાડી ગયા બાદ મોઢું દેખાડવાની ના પાડી છતાં કૃષ્ણસિંહ અને તેની માતા આવતા સુનિલ દિલીપ કછવા, પીયૂષ ઉર્ફે પીલો દીલીપ કછવા અને કાજલબેન દિલીપભાઇ કછવા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી કૃષ્ણસિંહ અને તેની માતાને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. કૃષ્ણસિંહને ઢીકાપાટુનો માર મારી પથ્થરનો છુટો ઘા કરી ઇજા પહોંચાડી હતી. હુમલાના બનાવ બાદ જાણ કરાતા એએસઆઇ વી. સી.જાડેજા તથા સ્ટાફએ કૃષ્ણસિંહના નિવેદનના આધારે યુવતી સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular