જામનગરમાં આજરોજ હનુમાન જયંતિ મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિને લઇ સવારથી જ છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરના હનુમાન મંદિરોમાં ભાવીકોની ભીડ જામી હતી. શહેરના ખંભાળિયા નાકા બહાર ફુલીયા હનુમાન મંદિરના પૂજારીએ સિંદુરનું રસપાન કરતા સાક્ષાત હનુમાન મહારાજે દર્શન આપ્યા હોય તેમ ભકતોમાં અચરજ છવાયું હતું.
છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં આજરોજ ભકિતભાવ પૂર્વક હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં વહેલી સવારથી જ ભકતોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર કિશાન ચોક રોડ પાસે આવેલ ફુલીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અહિં ઉજવણીની વિશેષતા એ છે કે મંદિરના પૂજારી સિંદુરનું રસપાન કરે છે. જે સાક્ષાત હનુમાનજી મહારાજ દર્શન આપતા હોય એવું ભકતો જણાવે છે. શ્રીરામજીના પરમ ભકત હનુમાનજી મહારાજને સિંદૂર ચઢાવવામાં આવે છે ત્યારે જામનગરના ફુલીયા હનુમાન મંદિરે પૂજારીએ સિંદૂર પી લેતા ભકતોમાં ભાવીકો પણ એકત્ર થયા હતાં કહેવાય છે કે સિંદૂર પીવાથી અવાજ બેસી જાય છે ત્યારે આ પૂજારીની હનુમાન ભકતીને લઇ ભકતો ઉમટયા હતાં.
View this post on Instagram


