Wednesday, April 1, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ઇંટના વેપારી સાથે કોલસો આપવાના બહાને છેતરપિંડી

જામનગરના ઇંટના વેપારી સાથે કોલસો આપવાના બહાને છેતરપિંડી

થાનગઢ પંથકના ભરવાડ શખ્સ દ્વારા વિશ્ર્વાસઘાત : કોલસો આપવાના બહાને 75 હજાર પડાવ્યા : કોલસો અને પૈસા પરત ન કર્યા : પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં ઇંટના ભઠ્ઠાના વેપારી સાથે થાનગઢના શખ્સએ વિશ્વાસમાં લઇ રૂા. 75 હજાર મેળવી લીધા બાદ કોલસો ન આપી છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પટેલ પાર્ક, શેરી નંબર 6, મકાન નંબર 20/2માં વસવાટ કરતાં સુનિલભાઇ નાનજીભાઇ ચાવડા (ઉ.વ.51) નામના પ્રૌઢનો દડિયા ગામમાં નદીકાંઠે જેન્તીભાઇની વાડીમાં ઇંટનો ભઠ્ઠો આવેલ છે. આ ઇંટના ભઠ્ઠા માટે સુનિલભાઇને આશરે 30 ટન જેટલો ઓપન કટિંગ પ્રકારના કોલસાની જરૂરિયાત હોય અને આ કોલસા માટે તેણે સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ચાંદળિયા ગામના રામ ભરવાડ નામના શખ્સનો મોબાઇલથી સંપર્ક કર્યો હતો. જેથી રામએ પ્રૌઢને વિશ્ર્વાસમાં લઇ એક ટન કોલસાના રૂા. 4300 મુજબ રૂા. 75 હજાર લઇ લીધા હતા. ત્યારબાદ આ રૂા. 75,000ના બદલામાં પ્રૌઢને આશરે 17 ટન કોલસો પૂરો પાડયો ન હતો. જેથી વેપારી પ્રૌઢ દ્વારા અવારનવાર કોલસાની અને કોલસો ન આપવો હોય તો આપેલા નાણાં પરત કરવાની માંગણી કરવા છતાં બન્નેમાંથી એકપણ વસ્તુ પરત આપી ન હતી. આખરે વેપારીએ ફરિયાદન નોંધાવતા એએસઆઇ ડી. બી. જોગિયા તથા સ્ટાફએ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular