જામનગરમાં ગઇકાલે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સવારે શોભાયાત્રા યોજાયા બાદ સાંજના સમયે વિવિધ ધાર્મિક આયોજનો થયા હતા. જામનગર શહેરમાં આવેલ પેલેસ દહેરાસર ખાતે ગઇકાલે મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સાંજના સમયે સોનાના વરખની આંગીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકર્ષક રંગોળી તેમજ માતા ત્રિશલાદેવીને આવેલ 14 સ્વપ્નના દર્શન પણ યોજાયા હતા. રાત્રિના સમયે પેલેસ દહેરાસરે રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો હતો. જૈનસમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



