Tuesday, March 31, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક આવેલા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતાં શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ઉદ્યોગનગરના ફેઝ 3 પાસે ગૌશાળા પાસે રહેતા પ્રવીણભાઇ ભવાનભાઇ મેથાણિયા નામનો શ્રમિક યુવાન ગત્ મદ્યરાત્રિના સમયે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા પૂલ નીચે રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ યુવાનનું મોત નિપજયું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઇ સુરેશ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. કે. ગોહિલ તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular