કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં આંબેડકરવાસમાં રહેતા યુવાનને મજૂરી કામ કરતાં યુવાનને બોલાચાલી કરી બિભત્સ ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે આંબેડકર વાસ ખાતે રહેતા કિશોરભાઈ રાજાભાઈ રાઠોડ (ઉ.વ.39) નામના અનુસૂચિત જાતિના યુવાન એક વાડીએ મજૂરી કામ કરવા ગયા હતા. ત્યારે અહીં તેમણે રાખેલા મોટરસાયકલ અંગે આરોપી ભગવાનજીભાઈ રાજશીભાઈ ભરડવા (રહે. પ્રેમસર)એ કિશોરભાઈ પાસે આવીને કહેલ કે “તમે અમારા લીમડાના ઝાડ નીચે શું કામ મોટરસાયકલ રાખો છો?” વિગેરે બાબત કહી અને બોલાચાલી કરી બિભત્સ ગાળો ભાંડી આરોપીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતા કિશોરભાઇએ ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી સાગર રાઠોડ તથા સ્ટાફએ એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ભગવાનજી રામજી ભરડવાને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


