Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં HDFC બેંકની નવી શાખાનો ભવ્ય પ્રારંભ - VIDEO

જામનગરમાં HDFC બેંકની નવી શાખાનો ભવ્ય પ્રારંભ – VIDEO

ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ સાથે વિશ્વાસનો વધુ એક માઇલસ્ટોન

જામનગર શહેરના મુખ્ય ધમધમતા વિસ્તારમાં એચડીએફસી બેંકની વધુ એક નવી શાખાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. શહેરની આ 13મી અને સમગ્ર જિલ્લાની કુલ 19મી શાખા તરીકે તેનું લોકાર્પણ દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સચ્ચિદાનંદજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્યએ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓને આશીર્વાદ આપતા તેમની ઉત્તમ સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -

આ પ્રસંગે ખાસ કરીને જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. હાલ સાંસદસત્ર ચાલી રહ્યુ હોવાથી ઉપસ્થિત ના રહી શકતા શુભેચ્છાઓ પાઠવી હતી. શાખાના શુભારંભ સમયે એચડીએફસી બેંકના કલસ્ટર હેડ નીરજ દત્તાણીએ સાંસદ પૂનમબેનનો આભાર વ્યક્ત કર્યો હતો, જે કાર્યક્રમમાં વિશેષ નોંધપાત્ર બન્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ચૈત્રી નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગરના મહેશભાઈ વરોતરિયા, વિપુલભાઈ કોટક, નીરજભાઈ દત્તાણી અને અશોકભાઈ જોબનપુત્રાએ જગતગુરુ શંકરાચાર્યને ખાદીના 9 પવિત્ર વસ્ત્રો અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે હાજર તમામ મહાનુભાવોએ વિશેષમાં સાંસદ પૂનમબેન માડમને યાદ કરતા જગતગુરુ શંકરાચાર્ય સાંસદ પૂનમબેન માડમને આર્શીવાદ આપ્યા. જે દરમિયાન શુભેચ્છાઓના આ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત ક્ષણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બેંકિંગ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં અજય જાડેજા (BM), પુનીત પટેલ, નિરાજ દત્તાણી, ઈલેશ પાટલિયા, ભાવિત વ્યાસ, જિગર જોષી, રાજેશ કારિયા, દિવ્યેશ મહેતા, મિહિર ગાંધી, પ્રતિક, મહેશભાઈ વરોતરિયા, અનિલભાઈ વરોતરિયા, અશોકભાઈ જોબનપુત્રા, બાદલ રાજાણી, જયેશભાઈ મારફતિયા, વિપુલભાઈ કોટક અને પરિવાર, કમલેશ સોઢા, હિતુલ કારિયા, વસંત ગોરી, પાર્થ સુખપરિયા, કિરીટભાઈ સોલંકી, દીપકભાઈ પટેલ, કલ્પેશભાઈ હડિયલ, મુકેશભાઈ રાડિયા, હર્ષદભાઈ (ભગવતી ઇલેક્ટ્રિક), હિતેશભાઈ (ભગવતી ઇલેક્ટ્રિક), ચંદ્રેશ કામદાર, ડો. હિરેનભાઈ જોબનપુત્રા, ડો. જય શાહ, જમનભાઈ ફાળદુ, જયભાઈ ફલિયા સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા.

- Advertisement -

તદુપરાંત જામનગર BM પરાગ બૈજુ, નિધી, રાહુલ, જયેશ, વિશાલ, મહેશ, ગૌતમ, દર્શજ, શૈલેશ, જસ્મીનબેન, કૃણાલ ગાંધી, મિતેશ, પ્રણવ, રાધિકા, કુલદીપભાઈ, અતુલભાઈ અને વિપુલભાઈ, રાજુ મારફતિયા, દિનેશભાઈ, હરેશભાઈ રાયઠઠા, તેજસભાઈ મારુ, તેજસ ડોડિયા, ચેતનભાઈ ખટ્ટર, ડીવાયએસપી વિધિનભાઈ પંડ્યા, રમેશભાઇ દત્તાણી, પરાગભાઈ પટેલ, હિતેનભાઈ કનખરા, અભિજીતભાઈ, જીતેશ કોટક, શ્યામ ગોકાણી, ધરિયા ફોફારિયા, વિશાલ પન્નુ, ડોલીબેન ત્રિવેદી સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી.

રાજકોટના એરીયા મેનેજર પુનીત પટેલએ તેમજ કલસ્ટર હેડ નિરજ દતાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રાહકોના અવિરત સહકાર અને વિશ્વાસના કારણે એચડીએફસી બેંકે વર્ષ 2001 થી 2026 દરમિયાન જિલ્લામાં સતત વિકાસ નોંધાવ્યો છે અને આજે 19 શાખાઓ સુધી પહોંચવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમણે તમામ ગ્રાહકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

સુમેર ક્લબ રોડ પર મુખ્ય માર્ગમાં આવેલી આ નવી શાખા ગ્રાહકોને આધુનિક બેંકિંગ સુવિધાઓ, ઝડપી સેવા અને વધુ સરળ સંપર્કની સુવિધા પ્રદાન કરશે. શહેરમાં વધુ એક પ્રતિષ્ઠિત બેંકની શાખા શરૂ થતાં નાગરિકોને વધુ વિકલ્પો, સુવિધા અને વિશ્વસનીય સેવાઓ મળશે.

એચડીએફસી બેંક હંમેશા ગ્રાહક કેન્દ્રિત સેવાઓ, નવી ટેકનોલોજી અને વિશ્વાસના આધાર પર આગળ વધી રહી છે અને આ નવી શાખા જામનગર શહેર માટે વિકાસનું વધુ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો, અગ્રણીઓ, આમંત્રિતોને એચડીએફસી બેન્કના કલસ્ટર હેડ નિરજ દતાણીના સારથી એવા ધર્મેન્દ્ર ગંગાજલિયા દ્વારા તમામને આવકારીને વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular