સઉદી અરબના એક લગ્ને સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. જેમાં વરરાજો 70 વર્ષનો છે અને દુલ્હન 19-20 વર્ષની છે. પણ અસલી ટ્વિસ્ટ ઉંમરમાં નથી, પણ એ કરોડોની ગિફટમાં છે, જે આ જવાન દિલના વૃદ્ધ શેખે પોતાની બેગમ પર ન્યોછાવર કરી છે. ઈન્ટરનેટ પર આ લગ્નનો એક વીડિયો આગની માફક ફેલાઈ રહ્યો છે, જેમાં દુલ્હન પોતાનાથી 51 વર્ષ મોટા વરરાજાનો હાથ એવી રીતે પકડી રાખ્યો છે, જાણે કોઈ જેકપોટ હાથ લાગી ગયો. હવે જનતા આ વાતને લઈને ભારે કન્ફ્યુઝમાં છે કે દુલ્હનના ચહેરાની આ ચમક શેખના પ્રેમની અસર છે કે પછી ગેરેઝમાં પડેલી રોલ્સ રોયસ અને કિલોના ભાવે મળેલા સોનાની કમાલ છે?
View this post on Instagram

આ અનોખા લગ્ન સઉદી અરબમાં થયા છે, જ્યાં હંમેશા અમીર વૃદ્ધ નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરતા હોવાના સમાચાર સામે આવતા રહે છે. પણ આ લગ્ન એટલા માટે ચર્ચામાં આવ્યા છે કેમ કે અહીં વરરાજાએ પોતાના નવી દુલ્હન પર દોલતનો વરસાદ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 70 વર્ષિય વરરાજાએ પોતાની 19 વર્ષની દુલ્હનને રોલ્સ રોયસ જેવી લક્ઝૂરી કાર અને 5 કિલો સોનું ગિફટમાં આપ્યું છે. આટલી મોટી રકમ અને મોંઘી ગિફટે આ લગ્નને ટોક ઓફ ધ ટાઉન બનાવી દીધી છે.
વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ પોતાનો મત રજૂ કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર લોકો તેને ફયૂચર પ્લાનિગ અને પૈસાનો ખેલ ગણાવી રહ્યા છે. કેટલાય લોકોને તેમાં સાચો પ્રેમ દેખાઈ રહ્યો છે, તો વળી કેટલાય લોકોને આ વીડિયોની સચ્ચાઈ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમને લાગી રહ્યું છે કે આ વીડિયો ખ્ત્થી બનાવેલો ફેક વીડિયો છે. મોટા ભાગે જોવા મળે છે કે પતિ-પત્ની વચ્ચે 3-4 વર્ષનું અંતર આદર્શ માનવામાં આવે છે, આ કિસ્સામાં તો 51 વર્ષનું અંતર ચર્ચાનો વિષય બન્યો છે. જો કે વીડિયોમાં છોકરીની ખુશી જોઈ અમુક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો બંને ખુશ છે, તો દુનિયાને તેનાથી ફરક ન પડવો જોઈએ.


