ભારતમાં ‘દેશી જુગાડ’ અને વાહનોના અવનવા મોડિફિકેશન હંમેશા લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. તાજેતરમાં જ આવો એક અનોખો જુગાડ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક સામાન્ય ટ્રેક્ટરને લક્ઝરી કાર જેવો બોલ્ડ લુક આપવામાં આવ્યો છે.
આ વાયરલ વીડિયોમાં એક ભરચક બજારના રસ્તા પર એક વિચિત્ર વાહન પસાર થતું જોવા મળે છે. આ વાહનનો આગળનો ભાગ સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર કાર જેવો છે, જ્યારે પાછળનો ભાગ ટ્રેક્ટરનો છે, જેની સાથે પાણીનું ટેન્કર જોડાયેલું છે. ડ્રાઈવર ફોર્ચ્યુનરના બોનેટ પાછળ ટ્રેક્ટરની સીટ પર બેસીને આ વાહન ચલાવી રહ્યો છે, જેને જોઈને રસ્તા પરના લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @ShamaParveen70 નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે.
કાર અને ટ્રેક્ટરના આ અનોખા સંગમનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ હસી રહ્યા છે અને જાતજાતની રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ક્રિએટિવિટી અને દેશી જુગાડનું આ અદભુત ઉદાહરણ હાલ ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
जब ट्रैक्टर को मिला Toyota Fortuner का दमदार लुक।
ऐसा अनोखा मॉडिफिकेशन देखकर आप भी हैरान रह जाएंगे। वीडियो आखिर तक जरूर देखें।
आपको कैसा लगा यह यूनिक ट्रैक्टर? कमेंट में जरूर बताएं। https://t.co/gkS1Vne3cW
— Shama Parveen (@ShamaParveen70) November 6, 2026


