Thursday, March 5, 2026
Homeરાજ્યજામનગરવોર્ડ નં.3 ના કોર્પોરેટર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ - VIDEO

વોર્ડ નં.3 ના કોર્પોરેટર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ – VIDEO

પ્રજાકીય કાર્યમાં સદા અગ્રેસર રહેતા જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં.3 ના કોર્પોરેટર તેમજ પૂર્વ સ્ટે કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી તથા તેમના પુત્ર સિધ્ધાંત જોપી દ્વારા તેમના માતા મંજુલાબેન ગીરજાશંકર જોષીના 80 માં જન્મ દિવસની ઉજવણી સબબ વોર્ડ નં. 3 ના વિસ્તારોમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુ ઉમરના વડીલોના સન્માન અને સત્કાર સાથે વંદના કરવાનો કાર્યક્રમ તા.1ના વિશ્વકર્મા બાગ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 1050 થી વધુ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં સ્વામીનારાયણ મંદિરના મહંત ચત્રભુજ સ્વામી, પરમ પુજ્ય હરી બાપુ, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશીષભાઈ જોષી, જામનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક ચેરમેન જીતુભાઈ લાલ, રાજકોટ થી પધારેલ રવિ ટેકનોફોર્સના અમુભાઈ ભારદીયા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમ્મર, જાણીતા તબીબ ડો.કે.એમ.આચાર્ય, પૂર્વ શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, ડો.વિમલભાઈ કગથરા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, કનકસિંહ જાડેજા, અમીબેન પરીખ, આર.એસ.એસ.ના દિનેશભાઈ વ્યાસ, ગીરીશભાઈ બુધ્ધદેવ, યુવરાજસિંહ રાણા, વૃજલાલભાઈ પાઠડ, મધુભાઈ ભટ્ટ, જીલ્લા રાજપુત યુવા સંવના પ્રમુખ જગદીશસિંહ જાડેજા, રાજપુત યુવા સંઘ શહેર પ્રમુખ હિતુભા જાડેજા, વિશ્વકર્મા બાગના ટ્રસ્ટીથી દિલીપમામા, વિશ્વકર્મા બાગના પ્રમુખ રમણીકભાઈ ગૌરેચા, ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના પ્રમુખ ડો.જોગીનભાઈ જોષી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પૂર્વ ડે.મેયર ખુમાનસિંહ સરવૈયા, બેડીગેઈટ સ્વામીનારાયન મંદિરના ટ્રસ્ટી પી.ડી. રાયજાદા, જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, કોર્પોરેટરો, પત્રકાર મિત્રો, વોર્ડ નં.3 ના કાર્યકર્તાઓ, સગા સ્નેહીજનો મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે રાજયકક્ષા મંત્રી રિવાબા જાડેજા તથા જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના સાંસદ પુનમબેન માડમ, પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભવો દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન સુભાષભાઈ જોષી દ્વારા યોજાતા ધાર્મિક, સામજીક, શૈક્ષણિક કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે.જાડેજા, વિમલભાઈ ફોફરીયા, નૈમિષભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular