Thursday, March 5, 2026
Homeરાજ્યહાલારરમતા રમતા ગરમ દાળમાં પડી જતા બાળકનું મોત

રમતા રમતા ગરમ દાળમાં પડી જતા બાળકનું મોત

રાણ ગામમાં એક વર્ષનો બાળક ગરમ દાળમાં પડયો : શરીરે ગંભીર રીતે દાઝી ગયો : સારવાર કારગત ન નિવડી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતા યુવાન દ્વારા તેના ઘરે હોળીના દિવસે યોજાયેલા વાડના પ્રસંગ દરમ્યાન તેનો એક વર્ષનો પુત્ર અકસ્માતે દાળના ગરમ ટોપમાં પડી જતાં દાઝી જવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ મૃતકના માતા ગોમતીબેન રવજીભાઈ સોનગરાએ કલ્યાણપુર પોલીસને કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી આરંભી હતી. આ બનાવે મૃતકના પરિવારમાં આક્રંદ સાથે નાના એવા રાણ ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular