જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતાં સફાઇ કામદાર પ્રૌઢની પત્ની સાત વર્ષ પહેલાં અને ભાઇ દોઢ મહિના પહેલાં મૃત્યુ નિપજતાં ચિંતામાં રહેતાં પ્રૌઢએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યાની બનાવની વિગત મુજબ જામનગરના શંકર ટેકરીમાં આવેલા વલ્લભનગરમાં હનુમાન મંદિર નજીક રહેતાં પ્રવીણભાઇ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.53) નામના સફાઇ કામદાર પ્રૌઢની પત્નીનું સાત વર્ષ પહેલાં અવસાન થયું હતું. દોઢ મહિના પહેલાં પ્રૌઢના ભાઇનું મૃત્યુ થયા બાદ ચિંતામાં રહેતા હતા. દરમ્યાન ગત્ તા. 03 માર્ચના રોજ સાંજના સમયે પ્રૌઢ સફાઇ કામદારએ તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકની પુત્રી દેવબેન દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમારએ સ્ટાફ સાથે ઘર પર પહોંચીને મૃતદહેનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


