Thursday, March 5, 2026
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આણદાબાવા સેવા સંસ્થામાં ધુળેટીની ઉજવણી - VIDEO

ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આણદાબાવા સેવા સંસ્થામાં ધુળેટીની ઉજવણી – VIDEO

જામનગરના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના પ્રત્યેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે ગઇકાલે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીનેજ ધૂળેટીનું પર્વ મનાવી વધુ એક વખત પોતાની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી.

- Advertisement -

ધારાસભ્ય દિવ્યેશ અકબરી કે જેઓ ધારાસભ્ય બન્યા બાદ પોતાના પરિવાર તેમજ વિશાળ મિત્ર વર્તુળ વગેરેને છોડીને છેલ્લા 3 વર્ષ થી ધુળેટી નું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવતા આવે છે, જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રાખી હતી. અને ગઇકાલે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રહીને ધુળેટીનું પર્વ મનાવ્યું હતું. અને મુક બધિર બાળકોના જીવનમાં ધુળેટીના રંગ સાથે આનંદ અને પ્રેરણાના રંગો ભરવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular