યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે. ત્યારે યાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં હોળીના તહેવાર પર હજારોની સંખ્યામાં આવતા પદયાત્રિકો માટે હાઈવે પર માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સેવા કેમ્પોના સંચાલકોને કેમ્પ દરમ્યાન સ્વચ્છતા જાળવવા તેમજ ઉત્સવ પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા માટે તેમજ ટ્રાફિક નિયમન જાળવવા પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ડીવાયએસપી વિસ્મય માનસેતા, નાયબ ડીડીઓ પૃથ્વીરાજસિંહ ગોહિલ, મામલતદાર યશપાલ ગઢવી, ટીડીઓ એન.એલ. બેડીયાવદરા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા સેવા કેમ્પોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram


