Wednesday, February 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીયબેફામ AI કન્ટેન્ટ સામે સરકાર સખ્ત

બેફામ AI કન્ટેન્ટ સામે સરકાર સખ્ત

એઆઈનો દુરુપયોગ વધતા તેના પર લગામ કસવા સરકારે હવે કડક પગલાં લીધા છે. જેને લઈને નવા નિયમોનું 20 ફેબ્રુઆરી 2026થી સખ્તાઈથી પાલન થવા જઈ રહ્યું છે. એઆઈની મદદથી મહિલાઓના જિજિટલી વસ્ત્રાહરણની પણ ફરિયાદો ઉઠી હતી. સેલિબ્રિટીઓની તસવીરો-વિડીયોને વાંધાજનક રીતે મૂકાતા હતા.

- Advertisement -

સોશિયલ મીડીયા માટે તૈયાર નવા નિયમો મુજબ હવે એઆઈથી બનેલ ક્ધટેન્ટ માટે ઓળખ છુપાવવી અશકય બનશે. સરકારે તેના માટે 10 ટકા વિજિબિલિટી અને સ્થાયી મેટાડેટાનો બેવડો સુરક્ષા ઘેરો તૈયાર કર્યો છે.

હવે કોઈપણ એઆઈ ફોટો કે વિડીયોના ઓછામાં ઓછા 10 ટકા ભાગ પર સ્પષ્ટ લેબલ હોવું જોઈએ અને ઓડિયો કલીપમાં પણ કુલ સમયના 10 ટકા ભાગ સુધી ડિસ્કલેમર આપવું ફરજિયાત છે.

- Advertisement -

નિયમોનો સૌથી મોટો બોજ ઈન્સ્ટાગ્રામ યુટયુબ અને ફેસબુક વગેરે પર છે. નવા નિયમ અંતર્ગત યુઝર દ્વારા અપલોડ બટન દબાવતા પહેલા પ્લેટફોર્મે પૂછવું પડશે કે શું આ ક્ધટેન્ટ એઆઈથી બનાવવામાં આવ્યું છે. પ્લેટફોર્મ, ક્ધટેન્ટને લાઈવ કરતા પહેલા તેના ફોર્મેટ, સ્ત્રોત અને પ્રકૃતિની તપાસ કરવા માટે ઓટોમેટિક ટુલ વિકસીત કરવું પડશે.

સરકારે ‘પર્મેનન્ટ મેટાડેટા’ને અનિવાર્ય કરી દીધું છે, જેને હટાવવું કે એડિટ કરવું સંભવ નહીં બને. તે કોઈ વિડીયોમાં ‘ડિજીટલ ડીએનએ’ કે ‘બ્લેક બોકસ’ની જેમ કામ કરશે. તેનાથી તપાસ એજન્સીઓ સરળતાથી પતો લગાવી શકશે કે કોઈ ડીપફેક કયા કોમ્પ્યુટર કે રિસોર્સ કે એઆઈ ટુલમાંથી બનાવવામાં આવ્યું છે.

- Advertisement -

હવે એઆઈથી બનેલા ડીપફેક વિડીયો માત્ર ‘ડિજીટલ મજાક’ નહીં માનવામાં આવે. જો કોઈ બાળકોના યૌન શોષણ, અશ્લીલતા, બોમ્બ ધડાકાની અફવા કે ઓળખનો ઉપયોગ કરે છે તો તેના પર ભારતીય ન્યાય સંહિતા અને પોકસો જેવા કડક આપરાધિક કાયદા લાગુ પડશે.

નવા નિયમોને લાગુ કરવાનો પ્રારંભીક ફેઝ ભારતમાં 50 લાખ કે તેથી વધુ રજીસ્ટર્ડ યુઝર્સ વાળા મોટા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર ફોકસ કરવામાં આવશે. આનો મતલબ એ છે કે નિયમોની મોટેભાગે વિદેશી પ્લેયર્સ જેમકે મેટા, એકસ, યુટયુબ પર અસર પડશે.

કેન્દ્ર દ્વારા આ પગલું ગ્રોક વિવાદ બાદ લેવામાં આવ્યું છે. એઆઈ ચેટબોટ ગ્રોકે સહમતી વિના ડીપફેક બનાવ્યા હતા. મહિલાઓની વાંધાજનક તસ્વીરો પણ ગ્રોક બનાવી રહ્યો હતો. ત્યારબાદ સરકારે એકસને ચેતવણી આપી હતી. ગત મહિને 2 જાન્યુઆરીએ આઈટી મંત્રાલયે એકસને ફટકાર લગાવી હતી. જો કોઈ સોશિયલ મીડિયા કંપની નવા નિયમોનું પાલન કરવામાં વિફળ રહે છે તો તેની કાયદેસર સુરક્ષા ખતમ થઈ શકે છે. હવે સરકારે શરત રાખી છે કે જો કંપનીઓ 3 કલાકમાં ખોટું ક્ધટેન્ટ નહીં હટાવે તો અથવા એઆઈ લેબલ નહી લગાવે. આ સુરક્ષા કવચ છીનવી લેવામાં આવશે.

યુરોપીય સંઘ: તેણે એઆઈને ખતરાના આધારે વહેંચ્યા છે. સોશિયલ સ્કોરિંગ કે બીયો મેટ્રીક ઓળખ પર રોકે છે.

ચીન: કોઈપણ એઆઈ મોડેલને જનતા સમક્ષ રજુ કરતા પહેલા સરકારી સુરક્ષા સમીક્ષા અને રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એઆઈથી બનેલા ક્ધટેન્ટ પર વોટર માર્ક લગાવવો અનિવાર્ય છે.

દક્ષિણ કોરિયા: એઆઈ બેઝીક એકટ પસાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હાઈ ઈમ્પેકટ એઆઈ સિસ્ટમનું ઓડિટ કરાવવું ફરજીયાત છે.

સરકારે એ પણ નકકી કર્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ દર ત્રણ મહિનામાં યુઝર્સને નિયમોની જાણકારી આપવી પડશે. યુઝર્સને સ્પષ્ટ બતાવવામાં આવશે કે એઆઈથી બનેલી ગેરકાનુની કે વાંધાજનક ક્ધટેન્ટ શેર કરવા પર આઈટી એકટ, નવા ક્રિમીનલ કાનૂન, પોકસો અને અન્ય કાયદા અંતર્ગત સખ્ત કાર્યવાહી થઈ શકે છે.

જેમકે બાળકો સાથે સંકળાયેલ યૌન શોષણ વાળુ ક્ધટેન્ટ, સહમતી વિના લેવાયેલ અંગત તસ્વીરો-વિડીયો, બોગસ દસ્તાવેજ, હથિયાર કે હિંસા દેખાડતા ક્ધટેન્ટ કે કોઈ વ્યક્તિ કે ઘટનાના ડીપફેક વિડીયોને પ્લેટફોર્મ પરથી તરત બ્લેક કરવા પડશે, અન્યથા કંપનીઓ પર કાર્યવાહી થશે….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular