Wednesday, February 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ધોરણ 10 માટે 17343 તથા ધોરણ 12 માટે 11000 જેટલાં વિદ્યાર્થીઓ...

જામનગરમાં ધોરણ 10 માટે 17343 તથા ધોરણ 12 માટે 11000 જેટલાં વિદ્યાર્થીઓ નોંધાયા

તારીખ 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ : ધોરણ 12 (વિજ્ઞાનપ્રવાહ)માં 1905 અને સામાન્યપ્રવાહમાં 9169 વિદ્યાર્થી : ધોરણ 10 માટે નવ કેન્દ્રો અને ધોરણ 12 માટે કુલ સાત કેન્દ્રો : તમામ પરિક્ષા સેન્ટરો સીસીટીવીથી સજ્જ રહેશે

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરિક્ષા માટેની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગરમાં ધોરણ 10માં કુલ 17,343 વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષા આપશે. ધોરણ 12 (વિજ્ઞાનપ્રવાહ)માં 1905 વિદ્યાર્થીઓ તથા ધોરણ 12 (સામાન્યપ્રવાહ)માં 9169 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરિક્ષાઓ શરૂ થવા જઇ રહી છે. જેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી માટે મહત્ત્વનું અને પ્રથમ પગથિયું એટલે ધોરણ 10 બોર્ડની પરિક્ષાઓ હોય છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ હોય છે. રાજ્યમાં ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડની પરિક્ષા માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પ્રક્રિયા પૂર્ણ થતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જાહેર કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જણાવ્યા અનુસાર જામનગરમાં ધોરણ 10 બોર્ડની પરિક્ષા માટે કુલ 17,343 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જામનગરમાં કુલ નવ કેન્દ્ર ઉપર, 575 બ્લોકમાં ધોરણ 10 બોર્ડની પરિક્ષા યોજાશે. ધોરણ 12 (વિજ્ઞાનપ્રવાહ)ની વાત કરીએ તો ધોરણ 12 (વિજ્ઞાનપ્રવાહ) માટે 1905 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે માટે 2 કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ બે કેન્દ્રમાં કુલ 95 બ્લોકમાં પરિક્ષા યોજાનાર છે. ધોરણ 12 (સામાન્યપ્રવાહ) માટે કુલ 9169 વિદ્યાર્થીઓ જામનગરમાં નોંધાયા છે. જે માટે ગુજરાત બોર્ડ દ્વારા 5 કેન્દ્ર જાહેર કરવામાં આવ્યા છે. આ પાંચ કેન્દ્રમાં 301 બ્લોકમાં પરિક્ષા યોજાશે. આ તમામ પરિક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રહેશે. સંસ્કૃત પ્રથમામાં 46 વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત માધ્યમાં 75 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

- Advertisement -

આગામી સમયમાં યોજાનાર ગુજરાત બોર્ડની પરિક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વખતે ધોરણ 12માં બન્ને પ્રવાહના થઇને 11 હજાર જેટલાં જ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. આ આંકડો એકંદરે ઓછો ગણી શકાય. ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓ અન્ય જિલ્લામાં ભણવા જતા રહે છે કે પછી એન્જીનિયરીંગ જેવા ક્ષેત્રોમાં જતાં રહે છે. તે કારણ બની શકે.

ગુજરાત બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરિક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર, એકશન પ્લાન સહિતની તૈયારી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે અને બેઠકો યોજી એકશન પ્લાન ઘડવામાં આવશે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરિક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. આ ઉપરાંત ચોરીના દૂષણને અટકાવવા તમામ પરિક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રહેશે અને આ સીસીટીવીનું સતત મોનિટરીંગ કરવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular