Wednesday, February 4, 2026
Homeરાજ્યગુજરાતગુજરાતને વિશેષ સિદ્ધિ ; ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ' નો...

ગુજરાતને વિશેષ સિદ્ધિ ; ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ નો પુરસ્કાર એનાયત

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. 28 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલ ‘વિંગ્સ ઇન્ડિયા 2026’ માં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’ ના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું છે.

- Advertisement -

સિવિલ એવિએશન કમિશનર બચાણીએ આ વિશે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવેલો આ પુરસ્કાર ગુજરાતની ઉડ્ડયન ક્ષેત્રની મેન્ટેનન્સ, રીપેર અને સમારકામ સહિતની માળખાકીય સુવિધાઓ તેમજ એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવે છે. ગુજરાતની સાથે સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ આ શ્રેણીમાં સંયુક્ત વિજેતા રહ્યા છે. સિવિલ એવિએશન કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ સિદ્ધિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવા અને છેવાડાના માનવી સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાના રાજ્ય સરકારની દૂરદર્શિતાને સમર્પિત છે. આ સન્માન વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા અને હવાઈ મુસાફરીને સામાન્ય નાગરિક માટે વધુ સુલભ બનાવવા માટેની ગુજરાતની કટિબદ્ધતાને રજૂ કરે છે, તેમ ઉમેર્યું હતું.

પુરસ્કાર પાછળના મુખ્ય પાસાઓ

રાજ્યને આ સન્માન મળવા પાછળ નીચે મુજબના મહત્વના પરિબળો જવાબદાર રહ્યા છે:

- Advertisement -

• MRO સુવિધાઓ: મેન્ટેનન્સ, રીપેર અને ઓવરહોલિંગ (MRO) ક્ષેત્રે રાજ્યની ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ.

• એરક્રાફ્ટ લીઝિંગ: ગિફ્ટ સિટી દ્વારા એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે કરવામાં આવેલી પાયાની અને અસરકારક કામગીરી.

- Advertisement -

• કનેક્ટિવિટી: છેવાડાના વિસ્તારો સુધી હવાઈ સેવાઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો અભિગમ.

• સંયુક્ત વિજેતા: આ શ્રેણીમાં ગુજરાતની સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ પણ સંયુક્ત વિજેતા જાહેર થયા છે.

નોંધનીય છે કે, અગાઉ ગુજરાતને ‘વિંગ્સ ઈન્ડિયા 2022’માં “Best State with a Dedicated Outlook for the Sector” તેમજ ‘વિંગ્સ ઈન્ડિયા 2024’માં ‘BEST STATE WITH A DEDICATED LOOKOUT FOR AVIATION SECTOR’નો એવોર્ડ પણ એનાયત થયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular