Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહ પુરક પરિક્ષાનું 41.56 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધો.12 વિજ્ઞાન પ્રવાહ પુરક પરિક્ષાનું 41.56 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરિક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 41.56 ટકા પરિણામ જાહેર થયું છે.

- Advertisement -

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષા લેવામાં આવી હતી. ફેબ્રુઆરી માર્ચ 2025ની પરીક્ષામાં અનુર્ત્તીણનું થયા હોય તે પૈકી જુન-જુલાઇ પૂરક પરિક્ષા માટે 19251 પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 16789 ઉમેદવારો પરીક્ષા ઉર્તિણ રહ્યા હતાં. જેમાંથી 6978 પરીક્ષાર્થીઓ ઉર્તિણ થયા છે. આમ જુન-જુલાઇ 2025 પૂરક પરિક્ષામાં સમગ્ર રાજ્યનું પરિણામ 41.56 ટકા પરીણામ આજે જાહેર થયું હતું. આ પરિણામમાં એ ગુ્રપનું 46.32 ટકા તથા બી ગ્રુપનું 40.47 ટકા, એબી ગ્રુપનું 37.50 ટકા પરિણામ જાહેર થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular