Friday, December 5, 2025
Homeવિડિઓયુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી - VIDEO

યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી – VIDEO

પ્રેમી યુવાને લગ્ન કરવાની ના પાડી : બે મહિલાઓએ યુવતીને પ્રેમીના નામે ધમકાવી : ગાળો કાઢી મરી જવા મજબૂર કરી : પોલીસ દ્વારા મૃતકના પ્રેમી અને બે મહિલા સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના પ્રેમીએ બે મહિલા સાથે લગ્ન કરવાની ના પાડયાનું કહેવડાવી મહિલાઓએ ગાળાગાળી કરી મરી જવા મજબૂર કરતાં યુવતીએ તેણીના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાં લક્ષ્મીબેન ટાભાભાઇ વાઘેલા (ઉ.વ.58) નામના મજૂરીકામ કરતાં પ્રૌઢાની પુત્રી મધુબેન ટાભાભાઇ વાઘેલા (ઉ.વ.32) નામની યુવતીને જીવાપર ગામમાં રહેતા મિલન કંટારિયા નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે લગ્નની વાતચીત થઇ ગઇ હતી. પરંતુ મિલને મધુબેન સાથે લગ્ન કર્યા ન હતા. તેમજ મિલનના કહેવાથી રેખાબેન રમેશ ચાવડા અને કંકુબેન દેવજી ચાવડા નામના બન્ને મહિલાએ મધુબેન પાસે જઇને કહ્યું હતું કે, “મિલને કહેવડાવ્યું છે કે મારે તેની સાથે લગ્ન કરવા નથી. તેને મરી જવું હોય તો પણ છૂટ છે.” આમ જણાવી બન્ને મહિલાઓએ મધુબેનને કહ્યું કે, “તું હજૂ શું કામ જીવશ? મરી કેમ નથી જતી?, તારે જે કરવું હોય તે કરી લેજે. મિલને લગ્ન કરવાની ના પાડી છે અને અમે પણ મિલનના તારી સાથે લગ્ન કરવા નહીં દઇએ. તારે જે કરવું હોય તે કરી લેજે અને અમારા વિરૂઘ્ધ કોઇ અરજી કે ફરિયાદ કરીશ તો અમે તને જીવવા નહીં દઇએ.” તેમ કહી પતાવી દેવાની ધમકી આપી ગાળાગાળી કરી હતી.

- Advertisement -

ત્યારબાદ બન્ને મિલન કંટારિયા, રેખાબેન રમેશ ચાવડા અને કંકુબેન દેવજી ચાવડા નામના ત્રણેય શખ્સોએ મધુબેનને મરી જવા મજબૂર કરતાં ગભરાઇ ગયેલી મધુબેનએ તેણીના ઘરે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકની માતા લક્ષ્મીબેનના નિવેદનના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફએ બે મહિલા સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ મરી જવા મજબૂરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular