Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વાલ્કેશ્વારીમાં 12મા માળેથી પટકાતા શ્રમિકનું મોત

જામનગરના વાલ્કેશ્વારીમાં 12મા માળેથી પટકાતા શ્રમિકનું મોત

રાત્રિના સમયે બાંધકામ કરતા સમયે નીચે પટકાયો : જી જી હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

- Advertisement -

જામનગર શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં આવેલા કોચ હાઉસ બિલ્ડિંગમાં 12મા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વાલ્કેશ્વરી રોડ પર આવેલા નવા બનતા કોચ હાઉસ બિલ્ડિંગના 12મા માળે બાંધકામનું કામ કરતા પ્રવિણભાઈ અમરાભાઇ નનોતા (ઉ.વ.28) નામનો યુવાન રાત્રિના સમયે 12મા માળેથી નીચે પટકાતા માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતે પટકાયેલા યુવાનને ગંભીર હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે કોન્ટ્રાકટર હિરેન ગડીયા દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ. વાળા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular