Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની સજા

સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની સજા

- Advertisement -

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને છતર ગામના રહેવાસી અશોક રણછોડભાઈ અકબરીએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.

- Advertisement -

આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ 3,65,694 નો દંડનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular