Monday, July 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર આયુર્વેદ સંસ્થાનના ડાયરેકટરનું રાજીનામું

જામનગર આયુર્વેદ સંસ્થાનના ડાયરેકટરનું રાજીનામું

ગુજરાત આયુર્વેદ યુનિ.માં 1998થી લેકચરર તરીકે પ્રારંભ : ડો. અનુપ ઠાકરના 100થી વધુ સંશોધનપત્ર પ્રસિધ્ધ : અંગત કારણોસર રાજીનામુ આપ્યું

- Advertisement -

જામનગરમાં દેશની આઇઆઇએમ અને આઇઆઇડીની માફક 2020માં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે દરજ્જો પામનારી આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રની ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાના ડાયરેકટર ડો. અનુપ ઠાકરે અચાનક પદ પરથી રાજીનામુ આપી દેતાં આયુર્વેદ ક્ષેત્રમાં પોતાના રાજીનામામાં પાછળ અંગત કારણ હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિ.માં લેકચર તરીકે વર્ષ 1998થી કાર્ય શરુ કરનાર ડો. અનુપ ઠાકરના 100 વધુ સંશોધન પત્રો અત્યાર સુધીમાં પ્રસિધ્ધ થઇ ચૂકયા છે. તેઓએ વર્ષ 2017ના ઓકટોબર માસથી જે તે સમયે ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીપીજી એન્ડ આરએ) સંસ્થાના નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો.

આ દરમિયાન વર્ષ 2018-20માં થોડા સમય માટે આયુ. યુનિ.ના વાઇસ ચાન્સેલરની જગ્યા ખાલી પડતા તેઓ ઇન્ચાર્જ પણ રહ્યા હતાં. બાદમાં ભારત સરકારે આ આયુ. સંસ્થાને ખાસ દરજ્જો આપતા સંસ્થાનું નામ ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ) થયું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular