Thursday, October 8, 2026
Homeરાજ્યજામનગરમહેસૂલ કર્મચારીઓની સતત બીજા દિવસે હડતાલ - VIDEO

મહેસૂલ કર્મચારીઓની સતત બીજા દિવસે હડતાલ – VIDEO

રાજ્યના મહેસૂલ વિભાગના આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગઇકાલથી બેમુદ્દતી હડતાળનું એલાન કર્યું છે, જેમાં જામનગરના મહેસુલ કર્મચારીઓ પણ જોડાયા છે. મહેસુલ કર્મચારીઓ દ્વારા પોસ્ટરો સાથે ધરણાં પર બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા માસ સીએલ સહિતના અનેક પ્રકારે વિરોધાત્મક પ્રદર્શન કાર્યક્રમો કરી મહેસુલ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવતાં અંતે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસુલ વિભાગના કર્મચારીઓ ગઇકાલથી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેના પગલે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અત્યંત જરૂરી એવા જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા જનસેવા કેન્દ્રો અને મામલતદાર કચેરીઓમાં નવા રેશનકાર્ડ કઢાવવા, નામ ઉમેરવા કે સુધારવા અને આધારકાર્ડ સંબંધિત કામોને અસર પહોંચી છે. આજે સતત બીજા દિવસે જામનગરમાં જામનગર જિલ્લા મહેસુલી કર્મચારી વર્ગ-3 ના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી હડતાલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular