Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાં છૂટાછેડા આપ્યાનો ખાર રાખી પૂર્વ પત્ની ઉપર છરી વડે હુમલો

બેડેશ્વરમાં છૂટાછેડા આપ્યાનો ખાર રાખી પૂર્વ પત્ની ઉપર છરી વડે હુમલો

ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા આપ્યા : પુત્ર સાથે ઘર તરફ જતી મહિલાને આંતરીને પૂર્વ પતિએ ગાળાગાળી કરી : ગાળો બોલવાની ના પાડતા છરીના ઘા ઝીંકયા

- Advertisement -

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મહિલા તેણીના 10 વર્ષના પુત્ર અને ભાભી સાથે દવા લઇ ઘર તરફ જતી હતી તે દરમિયાન ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા આપ્યાનો ખાર રાખી પૂર્વ પતિએ મહિલાને ગાળો કાઢી છરી વડે હુમલો કરતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના બેડેશ્વરમાં જોડિયાભુંગા વિસ્તારમાં રહેતા રેશ્માબેન અબાઅહમદ ઈબ્રાહિમ ગફલા (ઉ.વ.30) નામની મહિલાએ ત્રણ વર્ષ પૂર્વે તેના પતિ ઈમરાન આમદ દલને છૂટાછેડા આપ્યા હતાં. દરમિયાન શુક્રવારે બપોરના સમયે રેશ્માબેન તેના 10 વર્ષના પુત્ર હુશેન અને ભાભી હિનાબેન સાથે જી. જી. હોસ્પિટલ દવા લેવા ગયા હતાં. ત્યાંથી પરત ફરતા હતાં ત્યારે બેડેશ્ર્વરમાં જોડિયા ભુંગામાં પહોંચ્યા ત્યારે ઈમરાન દલે રેશ્માબેનને આંતરીને છૂટાછેડાનો ખાર રાખી જેમ ફાવે તેમ અપશબ્દો બોલતો હતો. જેથી રેશ્માબેને ગાળો કાઢવાની ના પાડતા ઈમરાને નેફામાંથી છરી કાઢી રેશ્માબેન ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ ઈમરાન નાશી ગયો હતો.

ત્યારબાદ ઘવાયેલી મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ રેશ્માબેનના નિવેદનના આધારે ઈમરાન વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular