શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા તેમજ જનસેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વ. એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમના નેજા હેઠળ સેવાકાર્યની સતત સરવાણી વહે છે. સાથે સન્માન અને આરાધનાનો સમન્વય પણ કરવામાં આવે છે અને દરેક સુધી સેવા પહોંચે તે માટે દરેક પંથકના આગેવાનો હોદ્ેદારો કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા સંસ્થાઓ ગ્રામજનો નગરજનો સહિત સૌ ઉત્સાહપૂર્વક જિલ્લાના પ્રજાજનો સુધી જન-જન સેવા અને સન્માન પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે. ટ્રસ્ટની આ સદભાવનાનો વ્યાપ વધારતા જ રહાય છે ત્યારે દર વર્ષેની જેમ આ વખતે વિવિધ ગરબીઓની બાળાઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી વિતરણથી સંસદસભ્ય પૂનમબેનના નેજા હેઠળ એક પ્રકારના ભાવપૂર્ણ આરાધના યજ્ઞ સમાન કાર્ય સાકાર થયું હતું અને બાળાઓ તેમજ ગરબીના આયોજકો એ આ સદકાર્યને શકિતની ભકિત સમાનનું ધર્મ કાર્ય ગણાવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે માં જગદંબા સ્વરૂપ નાની બાળાઓ જે ગામ નગર શહેરની ગલ્લી, મહોલ્લા તથા સંસ્થાઓની ગરબે રમતી હોય છે તે બાળાઓને પ્રોત્સાહિત કરવા અને ભકિતમય વાતાવરણને આદર આપવા માટે સ્વ. એચ.આર. માડમ મેમોરીયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની આશરે ત્રણ હજારથી વધુ ગરબીઓમાં એક લાખ પાંચીસ હજારથી વધુ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શકિત આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમતી હોય છે. તેમને લ્હાણી વિતરણ એ નારી શકિતનું સન્માન છે. તેવા પ્રેરક બળ સાથે સંસદભ્ય પૂનમબેન માડમ એ શકિતસ્વરૂપ બાળાઓનું ભાવસભર સન્માન કર્યુ હતું. આ રીતે લ્હાણી વિતરણ ખરા અર્થમાં પ્રસાદ સમાન વિતરણ સમગ્ર સંસદીય વિસ્તારમાં કર્યું જેમાં સૌ ભાવપૂર્વક જોડાયા હતાં અને આ ભવ્ય સેવા સન્માન યજ્ઞને સફળ બનાવ્યો હતો. સાથે સુદ્રઢ આયોજનથી સમગ્ર સંસ્કૃતિ ઉજાગરને પ્રકલ્પ દીપી ઉઠયાના પ્રતિભાવો છેવાડાના ગામ છેવાડાના વિસ્તારમાંથી મળ્યા છે.
ઉલ્લેખીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના તમામ ગામો નગરોના તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠનના હોદ્ેદારો, ગરબી સંચાલકો અને વોર્ડ પ્રમુખ નગરસેવક આગેવાનો સેવાભાવી ભાઈઓ-બહેનો યુવાનો વડીલો સૌ દ્વારા લ્હાણી વિતરણના સમગ્ર આયોજન માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવ્યું હતું. આ અંગે સંસદસભ્ય પૂનમબેન માડમ એ સૌની સમર્પિત સેવાઓને બિરદાવી હતી અને વિતરણ વ્યવસ્થામાં સહયોગી સૌનો આભાર પણ માન્યો હતો.