જામનગર ખાતે પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પંજાબ નેશનલ બેંક દરેડ ફેસ-3ના હેડ કેશિયર બહેન દ્વારા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરેલ કે, તેઓ તેમની બ્રાંચમાં વોશરુમ કરવા માટે ગયેલ ત્યારે લેડીઝ વોશરુમમાં દરવાજાની ઉપર એક ખાડા જેવું આવેલ હતું તેમાં શંકા થતાં તપાસ કરતાં તેમાં સ્પાઇ કેમેરો લગાવેલ હોવાનું ધ્યાને આવેલ અને આ બાબતની જાણ બ્રાંચમાં થતાં અને હેડઓફિસમાં થતાં તેમના ઓફિસમાં કામ કરતા અખિલેશ સૌની આવેલ અને ફરિયાદીના પગ પકડી અને આ કેમેરા તેમને લગાવેલ હોવાની કબુલાત આપી હતી અને માફી માગી હતી. ત્યારબાદ આ તમામ હકીકત અંગે પતિને વાત કરી અને ત્યારબાદ આ બાબતની વિગતવાર અખિલેશ સૈની સામે લેડીઝ વોશરુમમાં સ્પાઇ કેમેરા મુકી અને તેમાં બિભત્સ ફોટોગ્રાફ અને વિડીયો બનાવવા અંગેની ફરિયાદ કરાઇ હતી.
ફરિયાદ જાહેર થતાં આરોપીની અટક કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી પાસેથી કેમેરા અને ડીવીઆર પેનડ્રાઇવ કબજે કરવામાં આવેલ અને આરોપી સામે કાયદેસર કાર્યવાહીઓ થઇ હતી. જે અંગે આરોપી દ્વારા જામીન મુક્ત થવા અરજી કરી હતી. તમામ રજૂઆતો ધ્યાને લઇ અને આરોપી અખિલેશકુમાર સૈની આસી. મેનેજર પંજાબ નેશનલ બેંક લિ. ફેસ-3 શાખાને જામીન મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી બેંક મેનેજર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની અને હરદેવસિંહ આર. ગોહિલ તથા રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતાં.