Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારચંગા નજીક લકઝરી બસે હડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું મોત

ચંગા નજીક લકઝરી બસે હડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું મોત

મંગળવારે સાંજના રસ્તો ક્રોસ કરતા સમયે બનાવ: પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચંગા ગામની કેનાલ નજીકથી રસ્તો ક્રોસ કરતા પ્રૌઢને પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલ ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભીલપુરા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના નાઘેડીધાર વિસ્તારમાં ખેતમજૂરી કરતા મંત્રીભાઈ હાપલ્યાભાઇ બામણિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ મંગળવારે સાંજના સમયે લાલપુરથી જામનગર તરફના ધોરીમાર્ગ પર ચંગા ગામની કેનાલ પાસે રસ્તો ક્રોસ કરતા હતે તે સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલી જીજે-03-બીવાય-9677 નંબરની ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પ્રૌઢને ઠોકર મારી હડફેટે લઇ પછાડી દીધા હતાં. જેના કારણે પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં પ્રૌઢનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર વિજય દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular