Sunday, October 13, 2024
Homeરાજ્યજામનગરલોખંડનો સળિયો ઇલેકટ્રીક વાયરમાં અડી જતા વીજશોકથી શ્રમિકનું મોત

લોખંડનો સળિયો ઇલેકટ્રીક વાયરમાં અડી જતા વીજશોકથી શ્રમિકનું મોત

- Advertisement -

જામનગરના સમર્પણ સર્કલ નજીક સેન્ટ્રીંગ કામ કરતો યુવાન લોખંડનો સળિયો લઇને ઉપર ચડતો હતો તે દરમિયાન ઈલેકટ્રીક વાયરને અડી જતા વીજશોકથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરના બેડી ખરી વિસ્તારમાં આવેલા ફારૂકે હાજમ ચોકમાં રહેતા ગફારભાઈ સીદીકભાઈ મકવાણા (ઉ.વ.34) નામનો યુવાન રવિવારે સાંજના સમયે સમર્પણ સર્કલ નજીક સેન્ટીંગ કામ કરતો હતો તે દરમિયાન લોખંડનો સળિયો લઇને ઉપર ચડતા સમયે ઇલેકટ્રીક વાયરની અડી જતા વીજશોક લાગતા ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કરીમભાઈ મીયાણા દ્વારા જાણ કરાતા હેકો એચ. એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular