જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ અધિક્ષકના વડપણ હેઠળ સ્પે. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી રૂા. 99,500ના હાજર દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી તથા આઇપીએસ પ્રતિભા તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા શનિવારે રાત્રિના ‘સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન પોલીસે હથિયારધારા, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, ફૂલ સ્પીડે વાહન ચલાવવા, ટ્રાફિક અડચણ વાહનો, કારમાં કાળી ફિલ્મ, નંબરપ્લેટ વગરના તથા ફેન્સી નંબરપ્લેટોવાળા વાહનચાલકો સામે કડક કાર્યવાહી અંતર્ગત જુદી જુદી કલમો હેઠળ ડિ્ંરક એન્ડ ડ્રાઇવના સાત કેસ, બેફિકરાઇથી વાહન ચલાવાવના 12 કેસ, અડચણરૂપ વાહનનોના 28 કેસ, કાળી ફિલ્મ લગાડવાના 72 કેસ, નંબરપ્લેટ વગરના 51 અને ફેન્સી નંબરપ્લેટવાળા 40 કેસો નોંધી રૂા. 99,500નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.


