Monday, November 16, 2026
Homeવિડિઓઆરબલુસમાંથી વધુ એક બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી - VIDEO

આરબલુસમાંથી વધુ એક બોગસ તબીબને ઝડપી લેતું એસઓજી – VIDEO

લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એલસી-8 ગેઇટની સામે આવેલી કોલોનીમાં મેડિકલ ડિગ્રી વગર બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની એસઓજીના વિજયભાઇ કારેણા, જયેશભાઇ પઢેરયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. જે. રાઠોડ, પીએસઆઇ એલ. એમ. જેર, એ.વી. ખેર તથા સ્ટાફે રેઇડ દરમ્યાન પારિતોષ મનોંજય બિશ્વાસ (ઉ.વ.57, રહે. ડિગરીગામ, જિ. નાદિયા, પ. બંગાળ) નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો સહિત કુલ રૂા. 7317ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular