Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વંડાફળીમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરના વંડાફળીમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

એક શખ્સની ધરપકડ, 20 બોટલ કબ્જે: સપ્લાયરનું નામ ખુલ્યુ : દરેડમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલ વંડાફળી વિસ્તારમાં બહેનના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન શખ્સને રૂા.10000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે ઝડપી લઈ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે આવેલા વંડાફળી શેરી નં.2 માં રહેતાં મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.10000 ની કિંમતની 20 બોટલ દારૂ મળી આવતા પોલીસે મહિલાના કુટુંબી ભાઈ નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ નામના શખ્સને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફીયત આપતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 3 વિસ્તારમાંથી પસાર થતા સંજય કાના બંધીયા નામના શખ્સને પંચ બી પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular