ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના અહેવાલ આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. એનસીએસએ જણાવ્યું કે વહેલી સવારે કર્માડેક ટાપુ પર 6.11 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપની ઊંડાઈ 10 કિ.મી. સુધી રહી હતી. જોકે અત્યાર સુધી મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નથી. પરંતુ સુનામીની આશંકા વ્યક્ત કરાઈ હતી. અગાઉ પણ ન્યૂઝીલેન્ડમાં જ આ રીતે 7થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારે પણ મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નહોતા. યુએસજીએસ અનુસાર આ ભૂકંપના લગભગ 20 મિનિટ પછી એટલે કે 6:53 વાગ્યે, કર્માડેક ટાપુએ જ ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 39 કિલોમીટર ઊંડે હતું. ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓ ભૂકંપનું કેન્દ્ર રહે છે. ગયા મહિને ન્યૂઝીલેન્ડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.