ભારત 2025 સુધીમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાને લઈને દુનિયાના સૌથી મોટા ડિજિટલ દેશોમાંથી એક બનશે. એક નવી રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 90 કરોડથી વધારે થઈ જશે. આ પ્રગતિમાં સૌથી મહત્વપૂર્ણ હિસ્સો ગ્રામ્ય ભારત અન ભારતીય ભાષાઓના વધતા ઉપયોગનો છે.
ઈન્ટરનેટ યૂઝર્સમાં નોંધપાત્ર વૃદ્ધિ
ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) અને કંતાર દ્વારા કરવામાં આવેલી રિપોર્ટ દર્શાવે છે કે 2024 સુધીમાં દેશમાં 88.6 કરોડ એક્ટિવ ઈન્ટરનેટ યુઝર્સ હતા, જે 8% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ખાસ કરીને ગ્રામ્ય ભારત 48.8 કરોડ યુઝર્સ સાથે આગળ છે, જે કુલ ઈન્ટરનેટ વપરાશકર્તાઓમાં 55% નો હિસ્સો ધરાવે છે.
ભારતીય ભાષાઓમાં ડિજિટલ કન્ટેન્ટનો વધતો ઉપયોગ
આધુનિક યુગમાં, 98% વપરાશકર્તાઓ ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટનું સેવન કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓ લોકપ્રિય બની છે. શહેરી ઈન્ટરનેટ યુઝર્સમાં 57% લોકો પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પસંદ કરે છે.
આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ (AI): ડિજિટલ વિશ્વનો નવો આગળ પડતો ખેલાડી
AI હવે માત્ર ટેક્નોલોજી નહીં પણ ડિજિટલ વિશ્વમાં મુખ્ય ગેમચેન્જર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, 10 માંથી 9 ઈન્ટરનેટ વપરાશકર્તાઓ એઆઈ સક્ષમ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. કંતારના બિસ્વપ્રિયા ભટ્ટાચાર્યના મતે, “એઆઈનો વધતો સ્વીકાર અને ઉત્સાહ ડિજિટલ કંપનીઓને નવી પેઢીની ટેક્નોલોજી લાવવાનો પ્રોત્સાહન આપે છે.”
ડિજિટલ જેન્ડર ગેપમાં સુધારો
ડિજિટલ જગતમાં ભારતે એક મોટું પગલું ભર્યું છે. 47% ઈન્ટરનેટ વપરાશકર્તાઓ મહિલાઓ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 58% શેયર ડિવાઈસ વપરાશકર્તાઓ મહિલાઓ છે, જે ડિજિટલ એક્સેસને વધુ સમાનતાથી પહોંચાડવા માટેની પ્રગિ દર્શાવે છે.
ગ્રામ્ય ભારતની આગવી પ્રગતિ
રિપોર્ટ કહે છે કે ઓટીટી વિડિઓ, મ્યુઝિક સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા ઉપયોગ જેવી ટોચની પ્રવૃત્તિઓ માટે ગ્રામ્ય ભારત શહેરી ભારતમાં આગળ છે.
ડિજિટલ વિકાસ માટેના પ્રેરક મુદ્દાઓ
- આંકડાકીય વૃદ્ધિ: 2024 સુધીમાં 88.6 કરોડ યુઝર્સ.
- ભાષાઓની વધતી લોકપ્રિયતા: 98% યુઝર્સ સ્થાનિક ભાષાઓમાં કન્ટેન્ટ પસંદ કરે છે.
- AI: 90% યુઝર્સ AI-સક્ષમ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે.
- જેન્ડર ઇક્વાલિટી: 47% વપરાશકર્તાઓ મહિલાઓ છે.
આ આંકડાઓ ભારતના ડિજિટલ ભવિષ્ય માટે એક સકારાત્મક દિશા બતાવે છે, અને આ પ્રગતિને આગળ વધારવા માટે ભારતીય ટેક્નોલોજી કંપનીઓ મોખરે રહી છે.