Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરમાસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સંદર્ભે કાર્યવાહીમાં જામનગર શહેરમાં એક દિવસમાં 87 કેસ...

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સંદર્ભે કાર્યવાહીમાં જામનગર શહેરમાં એક દિવસમાં 87 કેસ નોંધાયા

બે સપ્તાહમાં 926 કેસ નોંધાયા : માસ્કના 287 અને 639 કેસ : શુક્રવારે 3570 લોકોને કોરોના વેકિસનનો પ્રથમ અને 543 લોકોને બીજો ડોઝ અપાયો : શહેરમાં કુલ 77131 લોકોને વેકિસન અપાઈ

- Advertisement -

જામનગર શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર બેખોફ ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત બે સપ્તાહ દરમિયાન કુલ 926 કેસ નોંધી રૂા.5,13,000ની રકમ વસૂલ કરી છે.

- Advertisement -

ગુજરાત રાજ્યમાં છેલ્લાં બે સપ્તાહથી વધતા જતા કોરોના કેસો અટકાવવા માટે વહીવટી તંત્ર મેદાન પડયું છે અને આ મહામારીની ચેઈન તોડવા માટે પ્રજા પાસે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક ન પહેરતા લોકો પાસેથી દંડાત્મક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમાં જામનગર મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલની સૂચનાથી સ્ટાફ દ્વારા ગત તા.22 માર્ચથી 9 એપ્રિલ સુધીના સમય દરમિયાન જામનગર શહેરમાં માસ્ક વગર ફરતા 287 લોકો પાસેથી 2,88,500 નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગનું ઉલ્લંઘન કરતા 639 કેસો નોંધીને રૂા.2,24,500 ના રોકડ દંડની વસૂલાત કરવામાં આવી છે. આમ, શહેરમાં છેલ્લાં 18 દિવસ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા રૂા.5,13,000ની રોકડ રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેશે જેથી લોકોમાં કોરોના પ્રત્યે જાગૃત્તતા આવે અને માસ્ક પહેર્યા વગર બહાર ન નિકળે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવામાં જાગૃત્તતા દાખવે.

આ કાર્યવાહી અંતર્ગત શુક્રવારે માસ્કના 23 કેસમાં રૂા.23000 હને સોશિયલ ડિસ્ટન્સીંગના 64 કેસમાં 21600 ની રકમ મળી કુલ રૂા.44,600 ની વસૂલાત કરવામાં આવી હતી તેમજ ગઈકાલે જામનગર શહેરના વિસ્તારોમાં કુલ 3570 વ્યકિતઓને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને આજ દિવસ સુધીમાં કુલ 63527 વ્યકિતઓને કોરોનાની રસી આપવામાં આવી છે તેમજ શુક્રવારે 543 વ્યકિતઓના કોરોના વેકિસનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ શહેરમાં શુક્રવારે કુલ 4113 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. આમ, શહેરમાં આજ દિવસ સુધીમાં કુલ 77131 લોકોને વેકિસન આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular