Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીય7.9 કરોડની બનાવટી ચલણી નોટો ‘પ્રવાસ’માં ઝડપાઇ ગઇ !

7.9 કરોડની બનાવટી ચલણી નોટો ‘પ્રવાસ’માં ઝડપાઇ ગઇ !

- Advertisement -

ઓડિશાના કોરાપુત જિલ્લામાંથી પોલીસે 7.90 કરોડ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે તેમ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર મોટર વેહિકલ ચેકિંગ ટીમના કર્મચારીઓએ છત્તીસગઢના રજિસ્ટ્રેશન નંબરવાળી એક કારને રોકીને નકલી નોટો જપ્ત કરી હતી.

- Advertisement -

આ ઓપરેશન પોટ્ટન્ગી પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ કારમાં ડ્રાઇવર સહિત ત્રણ લોકો સવાર હતાં. કારની પાછળની સીટ પર બે બેગ અન્ય બે બેગ કારની ડેકીમાં હતી. આ ચારેય બેગ ખોલવામાં આવતા 500 રૂપિયાની નકલી નોટના બંડલ મળી આવ્યા હતાં તેમ સુનાબેદાના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (એસડીપીઓ) નિરંજન બેહેરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કારમાં સવાર લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ છત્તીસગઢના રાયપુરથી આવ્યા હતાં અને તેઓ વિશાખાપટ્ટનમ તરફ આગળ વધી રહ્યાં હતાં.

- Advertisement -

તેમણે પણ સ્વીકાર કર્યો હતો કે તેઓ બનાવટી નોટો લઇને જઇ રહ્યાં છે. પોલીસની ટીમે 7 કરોડ 90 લાખ રૂપિયાની કીંમતની નકલી ચલણી નોટો જપ્ત કરી હતી અને ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ ત્રણેય છત્તીસગઢના જંજગીર ચંપા જિલ્લાના રહેવાસી છે.

પોલીસે કાર, પાંચ મોબાઇલ ફોન, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ જપ્ત કર્યા છે. કોરાપુતના એસપી બરૂણ ગુંતુપરલ્લાીએ જણાવ્યું હતું કે અમે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ પોલીસની પણ મદદ માગી છે. આરોપીઓ દાવો કરી રહ્યાં છે કે જે મશીનથી આ નકલી નોટો પ્રિન્ટ કરવામાં આવી છે તે મશીનને તેમણે આગ ચાંપી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular