જામનગરના શિવનગર-2 શેરી નં.1માંથી સીટી સી પોલીસે 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.12350ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જામજોધપુરના ખરવાળ વિસ્તારમાંથી પાંચ શખ્સો રૂા.10,250ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના શિવનગર-2 શેરી નં.1માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે રેઇડ દરમિયાન મનુ કરશન ઓડીચ, જાવેદ સુલતાન સીંધવાણી, લક્ષ્મણ સામત પરમાર, હસમુખ મોહન જોગીયા, રત્ના હરજી કણજારીયા, મુળજી ભીમજી ઠાકર નામના 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.12350ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુરના ખરવાળ વિસ્તારમાં જનતા હોટલની સામેની શેરીમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન અરવિંદ કાનજી પરમાર, ભરત ગભરૂ ઓળવીયા, ભાવેશ રસીક પરમાર, અનીલ કાન્તી રાઠોડ, ચંદુ મુળજી પરમાર નામના પાંચ શખ્સોને રૂા.10,250ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.


