Thursday, April 18, 2024
Homeરાષ્ટ્રીયસંતાકુકડી રમી રેહલ 5 ભાઈ-બહેન કન્ટેનરમાં છુપાયા, શ્વાસ રૂંધાવાથી તમામના મોત

સંતાકુકડી રમી રેહલ 5 ભાઈ-બહેન કન્ટેનરમાં છુપાયા, શ્વાસ રૂંધાવાથી તમામના મોત

- Advertisement -

રાજસ્થાનના બીકાનેરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 5 માસુમ બાળકોના મૃત્યુ નીપજ્યા છે.જેમાંથી 4 સગા ભાઈ-બહેન છે. તમામ બાળકો સંતાકૂકડી રમી રહ્યા હતા તે દરમીયાન તેઓ અનાજના ખાલી કન્ટેનરમાં છુપાયા અને ભુલથી કન્ટેનર બંધ થઇ ગયું. અને શ્વાસ રૂંધાવાથી તમામના મૃત્યુ નીપજતા અરેરાટી મચી જવા પામી છે.

- Advertisement -

રાજસ્થાન જીલ્લાના બીકાનેર જીલ્લાના હિંમતસાર નામના ગામમાં રવિવારે બપોરે આ દુર્ઘટના સર્જાઈ છે. પાંચ બાળકો પૈકી 4 સગાભાઈ બહેન છે. તેઓ ગઈકાલના રોજ સંતાકૂકડી રમી રહ્યા હતા ત્યારે ઘરમાં રાખેલા અનાજના કન્ટેનરમાં છુપાવા માટે ઠેકડો માર્યો અને અનાજનું કન્ટેનર બંધ થઇ જતા શ્વાસ રૂંધાવાથી તમામના મૃત્યુ નીપજ્યા હતા. અને આ તમામની ઉંમર 8 વર્ષથી નીચે છે. મળી રહેલ વિગતો મુજબ હિંમતસાર ગામમાં રહેતા ખેડૂત ભીયારામનો પરિવાર ખેતરમાં ગયો હતો તે દરમિયાન 5 બાળકો ઘરે હતા જેમાંથી 4 બાળકો ભીયારામના હતા અને એક પાડોશીની નાની છોકરી હતી. ભીયારામના ચાર બાળકો પૈકી એક 4વર્ષનો સેવારામ અને ત્રણ બાળકીઓ જેમાં રવિના(7વર્ષ), રાધા (5વર્ષ), પુનમ(8વર્ષ) અને તેની ભાણેજ ઘરે રમી રહ્યા હતા. અને રમતા રમતા લોખંડથી બનાવેલ અનાજના કન્ટેનરમાં છુપાયા અને ઉપરથી ઢાંકણું અચાનક નીચે પડતા કન્ટેનર બંધ થઇ ગયું હતું. કન્ટેનર 5 ફૂટ પહોળું હતું.

ભીયારામની પત્ની જયારે ખેતરથી પરત આવી ત્યારે જોયું તો ઘરે બાળકો ક્યાય નજર ન આવ્યા. બાદમાં તેણીએ બધી જગ્યાએ તપાસતા કન્ટેનર ખોલીને જોયું તો તમામ 5 બાળકો બેભાન હાલતમાં હતા અને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા તો ડોકટરે તેમના મૃત્યુ નીપજ્યા હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular