Tuesday, March 19, 2024
Homeરાષ્ટ્રીયડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં 5.30 કરોડ બેરોજગાર

ડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં 5.30 કરોડ બેરોજગાર

- Advertisement -

ડિસેમ્બર 2021ના ભારતમાં બેરોજગાર વ્યકિતઓનો આંક 5.30 કરોડ રહ્યો હતો. બેરોજગારોની આ સંખ્યામાં મોટી ટકાવારી મહિલાઓની હતી એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)એ જણાવ્યું હતું. 5.30 કરોડ બેરોજગારોમાંથી 3.50 કરોડ એવા હતા જેઓ સક્રિય રીતે રોજગાર શોધી રહ્યા હતા અને 1.70 કરોડ બેરોજગારો એવા હતા જેઓ રોજગાર ઈચ્છતા હતા પરંતુ સક્રિય રીતે તે શોધતા નહોતા. દેશના બેરોજગારોને ભારતે તાત્કાલિક રોજગાર પૂરા પાડવા જોઈએ, ખાસ કરીને જેઓ રોજગાર શોધવામાં એકદમ સક્રિય છે તેમને રોજગાર પૂરા પાડવા રહ્યા એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ તેની સાપ્તાહિક એનાલિસિસમાં જણાવ્યું હતું. આજ રીતે જેઓ રોજગાર ધરાવતા નથી તેવા 1.70 કરોડ લોકોને રોજગાર પૂરા પાડવાનું પણ મહત્વનું છે. સક્રિયપણે રોજગાર શોધતા 3.50 કરોડ બેરોજગારોમાં 23 ટકા અથવા 80 લાખ મહિલાઓ હતી. આજરીતે 1.70 કરોડ બેરોજગારો જેઓ રોજગાર શોધવામાં સક્રિય નથી તેમાં 53 ટકા અથવા 90 લાખ મહિલાઓ હતી. કામ કરવા માગે છે પરંતુ કામ માટે આ મહિલાઓ શું કરવા સક્રિય રીતે અરજી કરતી નથી અથવા તો તે માટે પ્રયાસો કેમ કરી શકતી નથી તેની તપાસ થવી જરૂરી હોવાનું પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે.

- Advertisement -

2020માં કોરોનાના કાળમાં વૈશ્ર્વિક સ્તરે રોજગારીનો આંક 55 ટકા હતો અને 2019માં 58 ટકા જયારે ભારતમાં આ દર 43 ટકા જેટલો નીચો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ વર્લ્ડ બેન્કના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું. ભારતે સમૃદ્ઘ બનવા તેની વસતિના 60 ટકા લોકો માટે રોજગાર શોધવાનો રહેશે. રોજગારના વૈશ્ર્વિક દર પર પહોંચવા ભારતે વધુ 18.75 કરોડ લોકોને રોજગાર પૂરા પાડવાના રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular