દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે દ્વારકા તાલુકાના 15, ખંભાળિયા તાલુકાના 11, ભાણવડ તાલુકાના 7 અને કલ્યાણપુર તાલુકાના 6 મળી કુલ 39 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ 31 દર્દીઓ દ્વારકાના મળી કુલ જિલ્લામાં 75 વ્યક્તિઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં એક પણ મ્યુકરમાઈકોસિસનો નવો કેસ સરકારી ચોપડે નોંધાયો નથી. ખંભાળિયા તાલુકાના નવ મળી કુલ 16 દર્દીઓ અગાઉ નોંધાયા છે.