Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાને મળી રિવરફ્રન્ટની અમૂલ્ય ભેટ, ઘી નદી રિવરફ્રન્ટ માટે 38.58 કરોડની સૈદ્ધાંતિક...

ખંભાળિયાને મળી રિવરફ્રન્ટની અમૂલ્ય ભેટ, ઘી નદી રિવરફ્રન્ટ માટે 38.58 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પ્રયાસો સફળ

- Advertisement -

ખંભાળિયા શહેરના લોકો કે જે છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટની ભેટ માટે રાહ જોઈ રહ્યા હતા, તે માટે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સાથે નગરપાલિકાના સત્તાવાહકોના પ્રયાસોને સફળતા સાંપળી છે. સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકાને ઘી રિવરફ્રન્ટ માટે રૂપિયા 38.58 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા શહેરની ઓળખ સમાન રામનાથ મહાદેવ મંદિરથી ખામનાથ મહાદેવ મંદિર સુધી વહેતી ઘી નદીમાં રિવરફ્રન્ટની સુંદર યોજના મૂકવામાં આવે તે માટે તત્કાલીન પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમાર તેમજ વર્તમાન પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને આ સ્થળે સુંદર અને આકર્ષક તથા સુવિધાસભર રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ તૈયાર કરાવવામાં આવ્યો હતો. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમયાંતરે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજરોજ રામનાથથી ખામનાથ સુધીની નદી પર આશરે રૂપિયા 38.58 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ રિવરફ્રન્ટમાં આધુનિક બેઠક વ્યવસ્થા, સુંદર વિવિધ ઝાડ, લાઇટિંગ ડેકોરેશન વિગેરેનો નજારો નગરજનો માટે મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં ખાસ કંઈ ફરવા લાયક સ્થળ નથી. ત્યારે રિવરફ્રન્ટની આ ભેટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકો માટે અમૂલ્ય બની રહેશે. આ મંજૂરી બદલ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા કેબિનેટ મંત્રી, સાંસદ તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular