Monday, October 7, 2024
Homeરાજ્યજામનગરપ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગરના નવ કારખાનાઓમાં ચેકિંગ

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગરના નવ કારખાનાઓમાં ચેકિંગ

ઝેરી કચરાનો નિકાલ, વેસ્ટ પાણી પછીના ધુમાડા સહિતના મુદે ચેકિંગ : જરૂરી નમુના લેવાયા : તેમજ વિવિધ મુદે સુચના તથા નોટિસ અપાઈ

- Advertisement -

જામનગરના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા ગઇકાલે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. અને 9 જેટલા એકમોમાંથી ચેકિંગ હાથ ધરી જરૂરી નમૂના લેવામાં આવ્યાં હતાં. તેમજ નોટિસો પણ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રદૂષણ ઓકતા કારખાનાઓમાં ગઈકાલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ પર્યાવરણ ઈજનેર સહિતના અધિકારીઓની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં કેટલીક બ્રાસ ફાઉન્ડરી અને ઇલેકટ્રો પ્રેટેસના કારખાનામાંથી ધૂમાડો નિકળવો, કારખાનામાંથી છોડવામાં આવતું એસિડવાળુ પાણી અને પ્રદૂષિત ઝેરી કચરાનો જાહેરમાં નિકાલ સહિતની સમસ્યાઓ અંગે મળેલી માહિતીના આધારે અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને જામનગરના દરેડ ઉદ્યોગનગરના નવ જેટલા કારખાનાઓમાં તપાસ કરવામાં આવી હતી અને આ કારખાનાઓમાંથી જરૂરી નમૂના પણ લેવામાં આવ્યા હતાં. જેનું પૃથ્થકરણ કરવામાં આવશે તથા ગંદકી પ્રદૂષણ તથા કચરાના નિકાલ સહિતના મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ તેમજ નોટિસો પણ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આ કામગીરીનો વડી કચેરીને અહેવાલ પણ મોકલવામાં આવશે અહીં વડી કચેરીની સૂચના બાદ જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આકસ્મિક ચેકિંગને લઇ કારખાનેદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular