Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરVideo : આવતીકાલે જામનગર ખાતેથી ગૃહમંત્રીના હસ્તે 151 બસોનું લોકાર્પણ

Video : આવતીકાલે જામનગર ખાતેથી ગૃહમંત્રીના હસ્તે 151 બસોનું લોકાર્પણ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી 151 બસોનું આવતીકાલે ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ 151 બસો રાજ્યના વિવિધ એસ.ટી. વિભાગોને ફાળવવામાં આવી છે. જામનગર ખાતેથી આ બસોનું લોકાર્પણ કરવામાં આવશે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા નવી 151 બસોની ખરીદી કરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ફાળવવામાં આવી છે. આ નવી 151 બસોનું લોકાર્પણ આવતીકાલે સવારે 10 વાગ્યે રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર તેમજ જામનગરના એસ. ટી. નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં વિવિધ એસ.ટી. વિભાગોને નવી બસો મળવાથી યાત્રિકોની સુવિધામાં પણ વધારો થશે. જેને લઇ યાત્રિકોમાં પણ હર્ષની લાગણી જન્મી છે.

- Advertisement -

ગૃહમંત્રી સંઘવી આવતીકાલે જામનગરની મુલાકાતે આવી રહ્યા હોય જેને લઇ આ કાર્યક્રમની તૈયારી માટે એસ.ટી. તંત્ર દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. તો બીજી તરફ ગૃહમંત્રીની મુલાકાતને લઇને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular